Jamnagar/ જામનગરમાં ખજૂરમાંથી નીકળી જીવતી ઇયળ, ફૂડ વિભાગ થયું દોડતું

જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીનમાંથી ઇયળ નીકળતા હોબાળો મચ્યો છે. નમકીનની દુકાનમાંથી ખરીદેલી ખજૂરમાંથી ઇયળ નીકળતા જ રોષે ભરાયેલા ગ્રાહકે દુકાનદાર સાથે ઉગ્ર વર્તન કર્યું હતું.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 08T143952.893 જામનગરમાં ખજૂરમાંથી નીકળી જીવતી ઇયળ, ફૂડ વિભાગ થયું દોડતું

Jamnagar News: જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીનમાંથી ઇયળ નીકળતા હોબાળો મચ્યો છે. નમકીનની દુકાનમાંથી ખરીદેલી ખજૂરમાંથી ઇયળ નીકળતા જ રોષે ભરાયેલા ગ્રાહકે દુકાનદાર સાથે ઉગ્ર વર્તન કર્યું હતું. કોર્પોરેશનના ફૂડ વિભાગ ઘટના સ્થળે પહોંચી ખજૂર અને દુકાનમાં તપાસ હાથ ધરી હતી. ખજૂરમાંથી ઇયળ નીકળતા લોકોમાં ભારે ચર્ચા થવા પામી છે.તહેવાર સમયે જ ખજૂરમાંથી ઇયળ નીકળતા લોકોમાં ભારે ચર્ચા થવા પામી છે. ઉલ્લેખનીય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે ક્યારે પગલાં લેવાશે તે હવે જોવાનું રહ્યું.

તપાસ દરમિયાન પટેલની શેરી નંબર 9ના છેડે બોમ્બે નમકીન નામની પેઢી દ્વારા ફરસાણના પેકિંગની સાથે સાથે ખજૂરનું પણ પેકિંગ કરીને વેચાણ કરાતું હોવાથી તે પેઢીમાં હાજર રહેલા ખજૂરના પેકેટના નમુનાને ખોલીને ચેકિંગ કરાવ્યું હતું, અને તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જોકે તે પેકિંગમાં કશો વાંધો ન હતો, ગ્રાહકને મળેલું પેકિંગ કબજે કર્યા પછી આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલા કાજુ-બદામમાંથી ઈયળ સહિતના જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે જ્યારે કાજુ બદામ ખરીદ્યા તો તેમાંથી જીવજંતુ નીકળ્યા હતા જેથી તેઓ ફરીથી દુકાન ઉપર ગયા હતા અને જે બરણીમાંથી કાજુ બદામ આપવામાં આવ્યા હતા. તેમાં તપાસ કરતા તેમાં પણ ઈયળ અને જીવજંતુઓ તેમજ ખવાઇ ગયેલી હાલતમાં કાજુ બદામ મળી આવ્યા હતા. આ મામલે ગ્રાહકે ફરિયાદ કરતા મનપાના ફૂડ વિભાગની ટીમે દુકાનમાં ચેકિંગ કરી અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરી હતી.સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે. જોકે, આ કેસમાં દુકાનદારે ભુલ સ્વીકારી રૂપિયા પરત કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 જામનગરમાં ખજૂરમાંથી નીકળી જીવતી ઇયળ, ફૂડ વિભાગ થયું દોડતું


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો