Gujarat election 2022/ ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની આ બેઠક પરથી ચૂંટણી લડશે,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ ઉમેદવારની યાદિ જાહેર કરવામાં કામે લાગી ગઇ છે

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ ઉમેદવારની યાદિ જાહેર કરવામાં કામે લાગી ગઇ છે, દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક પણ ગુજરાત માટે સતત ઉમેદવારની યાદી જાહેર કરી રહ્યા છે, ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવશે.આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયા ગુજરાતના સુરતમાંથી ચૂંટણી લડશે તે અંગે  ટ્વિટ કરીને માહિતી આપી છે.

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સીટ સુરતમાં કતારગામ વિધાનસભા પરથી નક્કી માનવામાં આવી રહી છે. આજે સવારે 11 વાગ્યે જ તેમના નામની જાહેરાત થઈ શકે છે. લાંબા સમયથી ગોપાલ ઈટાલિયા ગુજરાતમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ હતું,