Gujarat Budget 2025 LIVE/ નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ,દાહોદમાં વિકસાવાશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ

આગામી ઓલિમ્પિક બિડને ધ્યાનમાં રાખીને બજેટમાં રમતગમત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે.

Top Stories Gujarat

Gujarat Budget 2025 LIVE:વિધાનસભામાં (Assembly) બજેટ સત્ર (Budget session) શરૂ થઈ ગયું છે. આજે સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈ (Kanu Desai) ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. આગામી ઓલિમ્પિક બિડને ધ્યાનમાં રાખીને બજેટમાં રમતગમત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત જંત્રીના ભાવ અંગે પણ આ બજેટમાં મહત્વની જાહેરાત થવાની આશા છે.પ્રશ્નકાળ બાદ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વખતે ગુજરાતનું બજેટ 3.32 લાખ કરોડ રૂપિયાનું રજુ થયું હતું. આ વખતે બજેટની રકમ વધી શકે છે. માત્ર નવી યોજનાઓ જ નહીં, બજેટમાં નવી જાહેરાતો પણ થઈ શકે છે. સ્ટેમ્પ ડ્યુટી મુક્તિ અથવા હાલની સરકારી યોજના જેવી સરકારી યોજનાને નાણાકીય પ્રોત્સાહન મળી શકે છે જેણે લોકોને લાભ આપ્યો હોય.

2:27 PM

ગિફ્ટ સિટિમાં વિકાસ માટે 272 કરોડ ફાળવાશે. 

સ્ટાર્ટઅપ એકમોને સહાય માટે 3600 કરોડ,સરદાર સરોવર યોજના માટે 5979 કરોડની જોગવાઈ કરાઇ. અમદાવાદથી ડાકોર હાઇસ્પીડ કોરિડોર બનાવાશે તેમજ રાજકોટથી ભાવનગર હાઇસ્પીડ કોરિડોર બનશે.

2:26PM

સૌની યોજના માટે 813 કરોડની જોગવાઇ

કુટિર અને ગ્રામઉદ્યોગ યોજના માટે 890 કરોડ

2:25 PM

બાગાયત ખેતીની યોજના માટે 605 કરોડ

ઓદ્યોગિક વિકાસમાં ગુજરાતનું 18 ટકા યોગદાન

ખાદી ઉત્પાદન સહાય માટે 51 કરોડ

2:24 PM

શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા 1350 કરોડ

મનરેગા હેઠળ રોજગારી પૂરી પાડવા 1129 કરોડ

11 હજારથી વધુ ભરતી પ્રગતિ પર

વિધવા બહેનોને આર્થિક મદદ માટે 1250 કરોડ

3 લાખથી વધુ આવાસો પૂર્ણ કરવાનું લક્ષ્યાંક

2:23 PM

સેટેલાઇટ ટાઉનશિપ વિકસાવવા 50 કરોડ

ડેમ સેફ્ટી માટે 501 કરોડની જોગવાઇ

થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજ શરૂ કરાશે

ST વિભાગમાં કંડક્ટર, ડ્રાઇવરની ભરતી કરાશે

250 નવા પશુ દવાખાના શરૂ કરાશે

2:22 PM

ખેડૂતો માટે 5 મેગા ફૂડ પાર્ક સ્થપાશે

શહેરમાં ગ્રીન વિકાસ રોડ વિકસાવવા 200 કરોડ

 શહેરી વિસ્તારમાં આવાસો પુરા પાડવા 1350 કરોડ

2:20 PM

સગર્ભા માતાઓના પોષણ માટે બજેટમાં જોગવાઇ

શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ બજેટ જોગવાઇ

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે 5000 કરોડ

મહિલા અને બાલ વિકાસ માટે 7668 કરોડની જોગવાઇ

પુરાતત્વો અને સંગ્રહાલ ક્ષેત્રે 182 કરોડ

2:17 PM

વ્હાલી દીકરી યોજના માટે 217 કરોડ

રમત ગમત માટે 521 કરોડ,દૂધ સંજીવની યોજના હેઠળ 133 કરોડ, RTI અંતર્ગત વિદ્યાર્થીઓ માટે 782 કરોડની જોગવાઇ કરાઇ છે. તેમજ નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ અને શાળાઓની માળખાકીય સુવિધા વધારવા 2914 કરોડની જોગવાઇ કરાઇ.

2:15 PM

22 હજારથી વધુ શિક્ષકોની ભરતી કરવાની કાર્યવાહી ચાલુ

અન્નપૂર્ણા યોજના માટે 90 કરોડની જોગવાઇ કરવામાં આવી, એટલુજ નહીં દેશના GDPમાં ગુજરાતનું 3.8 ટકા યોગદાન 1 લાખ 25 હજાર વિદ્યાર્થીઓને સાયકલ અપાશે.

2:10 PM

3 લાખથી વધુ આવાસો પૂર્ણ કરવાનું લક્ષ્યાંક

શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા 1350 કરોડ
મનરેગા હેઠળ રોજગારી પૂરી પાડવા 1129 કરોડ
11 હજારથી વધુ ભરતી પ્રગતિ પર
વિધવા બહેનોને આર્થિક મદદ માટે 1250 કરોડની જોગવાઈ.

2:05 PM

દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે

દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. આ સાથે નાના શહેરોને હવાઈ માર્ગે જોડવા માટે 45 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે.

2:00 PM

14 હજાર પોલીસકર્મીઓની પણ કરાશે ભરતી

નાણામંત્રીની ગૃહમાં જાહેરાત કરી તેમાં સાયબર ક્રાઇમ અટકાવવા દરેક જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવાશે તેવું કહેવામા આવ્યું.
1:58 PM

ન્યૂ ગુજરાત પેર્ટન યોજનાની જાહેરાત

સ્ટાર્ટટપ એકમોને 600 કરોડની જોગવાઇ કરાઇ છે. આદિજાતિના સર્વાંગી વિકાસ માચે યોજના તેમજ ન્યૂ ગુજરાત પેર્ટન યોજનાની પણ જાહેરાત. નવા મનપાના વિકાસ માટે 2300 કરોડ અને રિવરફ્રન્ટના વિસ્તાર માટે 350 કરોડની જોગવાઇ કરાઇ. તેમજ બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકિનારા સાથે જોડાશે.

1:56 PM

વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે 2535 કરોડની જોગવાઈ કરી

નાનપ્રધાને વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે 2535 કરોડની જોગવાઈ કરી આ સિવાય માર્ગ અને મકાન વિભાગ માટે 24705 કરોડની જોગવાઇ કરી  છે. આગામી દિવસોમાં વિવિધ જગ્યા માટે બમ્પર ભરતી થશે જેમાં 14 હજારથી વધુ ભરતી કરવાની બજેટમાં જાહેરાત કરાઇ.

1:54 PM

ટ્રેક્ટર ખરીદી માટે 800 કરોડની જોગવાઇ

કુદરતી આફત માટેની લડાઇ માટે જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માટે 500 કરોડની જોગવાઇ કરાઇ છે. આ સિવાય 2060 નવી બસો માટે 1128 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથેજ ખેડૂતોને દિવસે વીજળી આપવા 2175 કરોડ ફાળવવામાં આવશે.

1:52 PM

શહેરી વિભાગના બજેટમાં 40 ટકાનો વધારો 

શહેરી વિભાગના બજેટમાં 40 ટકાનો વધારો કરાયો છે. જેમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ માટે જોગવાઇ કરવામાં આવી છે. અને શહેરી વિભાગનું બજેટ 30 હજાર 325 કરોડ કરાયું છે.

1:48 PM

ગૃહ વિભાગ માટે 12,659 કરોડની જોગવાઇ

ગૃહ વિભાગ માટે 12,659 કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં 352 કરોડના ખર્ચે સેન્ટર ઉભું કરાશે અને નવા ઘરની ખરીદી પર રૂ. 1.70 લાખની સબસિડી પણ આપવામાં આવશે.

1:44 PM

પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડની જોગવાઈ 

કલાઇમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા,પ્રા.શાળામાં ભોજન માટે 551 કરોડ,પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ તેમજ સામાન્ય વહીવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા અને કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા ફાળવાશે.

1:42 PM

વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે

મહિલાઓને પગભર કરવા નમો ડ્રોમ યોજના શરૂ કરવાની વાત કરી છે. તેમજ  ઉદ્યોગો અને ખાણ માટે 8958 કરોડની ફાળવણી કરવામાં આવશે. તેવું બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સાથેજ મોટા સિટી અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો માટે 2730 કરોડ ફાળવવામાં આવ્યા. 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓને AI લેબમાં ફેરવવાની વાત કરી, અને  ટેક્સટાઇલ એકમો માટે 2000 કરોડની જોગવાઇ કરાઇ.

1:39 PM

દિવ્યાંગજનો માટે વાર્ષિક 12 હજારની સહાય

ગુજરાત બજેટમાં માછીમારો માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે તેવું પણ કહેવામા આવ્યું છે. દિવ્યાંગજનો માટે વાર્ષિક 12 હજારની સહાય અને
81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃતિ અપાશે.

1:36 PM

લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગ માટે 36 હજાર કરોડની જોગવાઈ

બજેટમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે 6505 કરોડની જોગવાઈ કરાઇ છે. બજેટમાં બાળકોને શુદ્ઘ ભોજન આપવા 501 કરોડની જોગવાઈ કરી છે તેવું નાણામંત્રી એ કહ્યું.સામાજિક ન્યાય આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ અપાશે જેમાં 85 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળશે. આ સાથેજ
6 સરકારી ટેક્નિકલ સંસ્થામાં AI લેવ સ્થાપિત થશે. આ સિવાય લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગ માટે 36 હજાર કરોડની જોગવાઈ કરી.

1:36 PM

ખેડૂતોની ટ્રેક્ટર સહાય વધારી 1 લાખ કરાઇ

પ્રાકૃતિક ખેતી માટે 400 કરોડની જોગવાઇ કરવામાં આવી,એગ્રો પ્રોસેસિંગ અને એકસપોર્ટ માટે 100 કરોડ,તેમજ ખેડૂતોની ટ્રેક્ટર સહાય વધારી 1 લાખ કરાઇ.

1:35 PM

10 લાખ સુધીની લોન ઓછા વ્યાજે અપાશે

ગુજરાતનાં બજેટમાં અંબાજીના વિકાસ માટે 180 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરાઇ છે.

1:30 PM

બજેટમાં શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઇ

કનુ ભાઈ દેસાઇએ ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું  તેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ સાથેજ પૌષ્ટિક અલ્પાહાર માટે 617 કરોડની જોગવાઇ કરાઇ છે.સિદ્ધપુર, ડાકોરની સુવિધાઓ વધશેતેમજ શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઇ કરાઇ છે.

1:30 PM

આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઇ

કનુભાઈ દેસાઇએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરીશું તેવું કહ્યું તેમજ આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઇ કટી છે જેમાં આરોગ્ય બાબતો પર ભાર મુકાયો છે તેવું  કનુ દેસાઇએ કહ્યું. આ સિવાય નારીશક્તિ પર  પણ ભાર મુકવામાં આવ્યો છે.

1:27 PM

MSMEs અને સ્ટાર્ટઅપ્સની વિવિધ યોજનાઓ માટે રૂ. 3600 કરોડની જોગવાઈ

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ MSMEs ને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSMEs અને સ્ટાર્ટઅપ્સની વિવિધ યોજનાઓ માટે રૂ. 3600 કરોડની જોગવાઈ છે. કાપડ નીતિ 5 લાખ લોકોને રોજગાર આપશે. આ ઉપરાંત ગુજરાત કાપડ નીતિ દ્વારા વિવિધ સહાય માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

1:25 PM

શ્રમિક યોજના બસેરા માટે 200 કરોડની જોગવાઇ

કનુભાઈ દેસાઈએ શ્રમિક યોજના બસેરા માટે 200 કરોડની જોગવાઇની વાત કરી છે તેમજ કહ્યું કે રોજગાર આપવામાં ગુજરાત અગ્રેસર છે. કનુભાઈ દેસાઈએ શ્રમિક યોજના બસેરા માટે 200 કરોડની જોગવાઇ કરી. એટલુજ નહીં ગત વર્ષની સરખામણીએ 17 ટકા વધુ બજેટ જાહેર કરાયું છે. આ સિવાય આરોગ્ય વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરી છે. અને સાબરમતી રીવરફ્રન્ટ માટે પણ  350 કરોડ ફાળવાયા છે.

1:22 PM

આરોગ્ય બાબતે પણ બજેટમાં ભાર મુકાયો

કનુભાઈ દેસાઈએ કહ્યું કે ત્રણ લાખથી વધુ આવાસો બનાવવાનું લક્ષ્ય હાથ ધર્યું છે. તેમજ આરોગ્ય બાબતે પણ બજેટમાં ભાર મુકાયો છે. આ સાથેજ
ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ રજુ કરાયું છે.

1:20 PM

રાજ્યનું વર્ષ 2025-2026નું બજેટ ગૃહમાં રજુ કરાયું 

ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ચોથી વાર બજેટ રજુ કરી રહ્યા છે

12:45 PM

લોકહિતમાં કલ્યાણકારી બજેટ આપશેઃ કનુભાઈ દેસાઈ

ગુજરાતના બજેટને લઈને ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. બજેટ કેવું હશે તેની ઝલક ભૂપેન્દ્ર પટેલે આપી છે. તેમણે કહ્યું છે કે આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ છેલ્લા ત્રણ વર્ષથી જનહિતમાં બજેટ આપી રહ્યા છે. મને આશા છે કે આ વખતે પણ તેઓ જનતાના હિતમાં ખૂબ જ સારું અને કલ્યાણકારી બજેટ આપશે.

12:30PM

વિધાનસભા અધ્યક્ષે મંત્રી ઋષીકેશ પટેલને લગાવી ફટકાર  

પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા હૃષીકેશ પટેલ લાંબો જવાબ આપી રહ્યા હતા. તેઓ સેવા સેતુ હેઠળ યોજનાની ગણતરી કરી રહ્યા હતા. ત્યારે વિધાનસભા અધ્યક્ષે તેમને રોક્યા અને કહ્યું, “તેને ટૂંકું રાખો, નહીંતર રામ સેતુ કરતા સેવા સેતુ લાંબો થઈ જશે.”

12:20PM

હાર્દિક પટેલે કહ્યું ભાજપ સરકાર હંમેશા મધ્યમ વર્ગના લોકો માટે બજેટ રજૂ કરે છે 

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા મધ્યમ વર્ગના લોકો માટે બજેટ રજૂ કરે છે. આ બજેટ પણ દરેક માટે મહત્વપૂર્ણ રહેશે.

12:10 PM

આ મુદ્દાઓ પર મુકાશે ભાર 

આ વખતે બજેટમાં શિક્ષણ, કૃષિ, સિંચાઈ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ હતી. રાજ્યપાલે તેમના 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસાઓ રજૂ કર્યા હતા.

12:05 PM

લાલ રંગની પોથીએ સૌનું ધ્યાન ખેંચ્યું

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે. વિધાનસભામાં પહોંચેલા નાણામંત્રીના હાથમાં લાલ રંગની પોથીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આદિવાસી સંસ્કૃતિની ઓળખ સાથે વારલી ચિત્ર અને કચ્છની ભાતીગળ સરહદને પણ બજેટ બુકમાં દર્શાવવામાં આવી છે. આ ખાસ લાલ રંગનું પુસ્તક ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભને દર્શાવે છે.

11:46 AM

નાણામંત્રી કનુભાઈ દેસાઈ પહોંચ્યા વિધાનસભા

નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગાંધીનગરની વિધાનસભામાં બજેટ રજૂ કરવા પહોંચ્યા છે. આ વખતે બજેટ ભાષણ બેગને બદલે લાલ કિતાબમાં રાખવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગૃહ પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રેલ્વે મંત્રીનું મોટું નિવેદન, રેલ્વે બજેટમાં ગુજરાતને 17,155 કરોડ રૂપિયાની ફાળવણી

આ પણ વાંચો:બજેટ પહેલા ગુજરાતના આ ધારાસભ્યએ સરકાર પાસે ખેડૂતો માટે કરી મોટી માંગ

આ પણ વાંચો: ગુજરાત બજેટને લઇને સૌથી મોટા સમાચાર આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ૨૪ ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ ગત બજેટ કરતા