Valsad News/ UK વર્ક વિઝાની લાલચમાં મહિલા લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, લંડન સ્થિત એજન્ટ સામે ફરિયાદ

વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં ફરજ બજાવતી મહિલા લેક્ચરરને UK વર્ક વિઝા (UK Work Visa Fraud) અપાવવાની લાલચ આપી લંડન સ્થિત એજન્ટે 35 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. વિઝા ન મળતાં અને માત્ર થોડા રૂપિયા પરત મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News
UK Work Visa Fraud: લંડનના એજન્ટે ગુજરાતની મહિલા સાથે કરી 34 લાખની છેતરપિંડી

Valsad News: ગુજરાતની એક મહિલા લેક્ચરર સાથે UK વર્ક વિઝા (UK Work Visa Fraud) અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં ફરજ બજાવતી અને મૂળ ગાંધીનગરની રહેવાસી મહિલાએ લંડન સ્થિત એક એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

UK Work Visa Fraud:મહિલા લેક્ચરર પાસેથી 34 લાખ પડાવ્યા

ફરિયાદ મુજબ, મહિલાને વિદેશમાં નોકરી મેળવવાની અને UKમાં વર્ક વિઝા (UK Work Visa Fraud) પર જવાની ઇચ્છા હતી. આ દરમિયાન તેમના મિત્રોના પરિચયથી તેમનો સંપર્ક UK સ્થિત એક એજન્ટ સાથે થયો હતો. એજન્ટે વર્ક વિઝા પ્રક્રિયા માટે વિશેષ પેકેજ હોવાની વાત કહી હતી અને સમગ્ર પ્રક્રિયા માટે મોટી રકમની માંગણી કરી હતી.

પ્રારંભિક તબક્કામાં પ્રોફાઇલ રિવ્યુ, ડોક્યુમેન્ટ ચકાસણી અને વિઝા પ્રક્રિયાના વિવિધ ખર્ચના બહાને લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. બાદમાં ઓનલાઈન એગ્રીમેન્ટ અને જરૂરી દસ્તાવેજો મંગાવી સમગ્ર પ્રક્રિયા આગળ વધારવામાં આવી હોવાનું જણાવાયું હતું.

ફરિયાદી અને તેમના મિત્ર દ્વારા અલગ-અલગ તબક્કે કુલ 35 લાખ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, પૈસા મળ્યા બાદ પણ વિઝા (UK Work Visa Fraud) પ્રક્રિયામાં સતત વિલંબ થતો રહ્યો. ક્યારેક દસ્તાવેજોમાં ભૂલ હોવાનું તો ક્યારેક સ્પોન્સર લેટરમાં ખામી હોવાનું કહીને એજન્ટ સમય પસાર કરતો રહ્યો હતો.

લાંબા સમય સુધી વિઝા (UK Work Visa Fraud) ન મળતાં મહિલાએ પોતાની રકમ પરત માગી હતી. ત્યારબાદ એજન્ટે રકમ પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ કુલ રકમ સામે માત્ર આશરે 62 હજાર રૂપિયા જ પરત કરવામાં આવ્યા હતા. બાકીની 34.39 લાખ રૂપિયાની રકમ પરત ન મળતાં આખરે મહિલા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

હાલ પોલીસે સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ વિદેશમાં નોકરી કે વિઝા (UK Work Visa Fraud)ના નામે થતી ઓનલાઈન છેતરપિંડી સામે સાવચેત રહેવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના નામે 8 લાખની છેતરપિંડી, નકલી વિઝા પકડાઈ જતાં મહિલા એજન્ટનો ફિનાઈલ ડ્રામા

આ પણ વાંચો:મહેસાણામાં અમેરિકામાં વિઝાના નામે 6.80 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો:સુરતના પાલમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ, કરોડોની છેતરપિંડી કરનાર એજન્ટ ઝડપાયો