Lausanne Diamond League/ નીરજ ચોપરાએ જેવલિન થ્રોઅરમાં લુસાને ડાયમંડ લીગ જીતી,ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં લુસાને ડાયમંડ લીગ 2022 જીતી લીધી છે. આ ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય બની ગયો છે.

Top Stories Sports

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં લુસાને ડાયમંડ લીગ 2022 જીતી લીધી છે. આ ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય બની ગયો છે. નીરજ ચોપરાએ 89.08 મીટરના પ્રથમ થ્રો સાથે લુસાને ડાયમંડ લીગ જીતી હતી.ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે  ગયા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતતી વખતે તેને પીઠમાં ઈજા થઈ ત્યારે દેશને આંચકો લાગ્યો હતો. જેના કારણે ચોપરા બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી ગયા હતા. ચોપરાએ એક મહિના માટે આરામ કર્યો પરંતુ તેની રમતમાં એવું લાગી રહ્યું હતું કે તેને કોઈ ઈજા થઈ નથી. તેણે સ્પર્ધામાં તેની જૂની શૈલી ચાલુ રાખી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો તાજેતરમાં નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અંજુ બોબી જ્યોર્જ (2003) પછી આવું કરનાર તે માત્ર બીજા એથ્લેટ બન્યા.