Not Set/ ATM માંથી નીકળી ચિલ્ડ્રન્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટ

નવી દિલ્હીઃ સંગમ વિહારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક ATMમાંથી 2000 રૂપિયાની ચિલ્ડ્રન્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટ નીકળી હતી. આ 2000ની નકલી નોટ નીકળતા બેન્ક તંત્રમાં દોડતું થઇ ગયું હતું.. આ અંગે પોલીસ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં આવેલા એસબીઆઈના એટીએમમાંથી કોલ સેન્ટરમાં કામ કરતાં […]

India
ATM માંથી નીકળી ચિલ્ડ્રન્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટ

નવી દિલ્હીઃ સંગમ વિહારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક ATMમાંથી 2000 રૂપિયાની ચિલ્ડ્રન્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટ નીકળી હતી. આ 2000ની નકલી નોટ નીકળતા બેન્ક તંત્રમાં દોડતું થઇ ગયું હતું.. આ અંગે પોલીસ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં આવેલા એસબીઆઈના એટીએમમાંથી કોલ સેન્ટરમાં કામ કરતાં રોહિતના વ્યક્તિએ દાવો કર્યો કે તેણે અહીંયાથી 8000 રૂપિયા ઉપાડ્યા હતા. જ્યારે તેણે નોટ જોઈ તો તે હેરાન રહી ગયો. એટીએમમાંથી નીકળેલી 2000 રૂપિયાની નોટ નકલી હતી. આ નોટ બિલકુલ અસલી નોટ જેવી છે પરંતુ તેના પર ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે. તેણે આ અંગે તાત્કાલિક બેંક અને પોલીસને જાણ કરી. પોલીસે આ સંદર્ભમાં એફઆઈઆર દાખલ કરી છે. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રોહિતે જણાવ્યું કે જ્યારે તેણે ધારીને નોટ જોઈ ત્યારે તે પણ હેરાન રહી ગયો હતો. ગાંધીજીની તસવીરની બાજુમાં લખેલું હતું કે, હું ધારકને 2000 કૂપન આપવાનું વચન આપું છું.