કોલકતામાં વડાપ્રધાન મોદીની 7 માર્ચે રેલી યોજવવાની છે.આ રેલીમાં ક્રિકેટર સૌરભ ગાંગુલી પણ ભાગ લે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.ત્યારે આ સકતાઓ પર મોહર લગાવવા બીજેપીને પૂછવામાં આવતા બીજેપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોલકતામાં યોજવનારી આ રેલીમાં ભાગ લેવો એ સૌરવ ગાંગુલી પર નિર્ભર છે.
પશ્રીમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ચાલી રહી છે.વિધાનસભાના ઇલેક્શનમાં બીજેપી અને ટીએમસી રાજકીય પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જામશે.બંગાળની રાજનીતિને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે કે પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી બીજેપીમાં જોડાશે. પરંતુ સત્તાવાર રીતે આ બાબતની જાહેરાત થઈ નથી.
આ પણ વાંચો : દાદી ઈન્દિરા ગાંધીનો ઇમર્જન્સી લગાવવાનો નિર્ણય તેમની ભૂલ : રાહુલ ગાંધી
આ મુદ્દે સ્પષ્ટતા અંગે બીજેપીના હોદ્દેદારોને સવાલ કરવામાં આવ્યો હતો કે 7 માર્ચે યોજનારી રેલીમાં વડાપ્રધાન સાથે સૌરવ ગાંગુલી પણ ભાગ લેશે અને બીજેપીમાં જોડાશે.આ સવાલનો જવાબ હોદ્દેદારોએ આપ્યો હતો કે, રેલીમાં જોડાવું કે કેમ તે સૌરવ ગાંગુલી પર નિર્ભર રહેશે.
બીજેપીના પ્રવક્તા શમિક ભટ્ટચાર્ય કોલકતામાં નિવેદન આપ્યું હતું કે, સૌરવ ગાંગુલીનું સ્વાસ્થ્ય સારુ રહ્યું અને તેઓ રેલીમાં જોડાશે તો બીજેપી તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. હાલ સૌરવ ગાંગુલી સ્વથય સારું ન હોવાથી ઘરે આરામ કરી રહ્યા છે.જો વડાપ્રધાન સાથે રેલીમાં તેઓ ભાગ લેશે તો ચોક્કસ આ રેલીમાં ભાગ લેવો તેમને પસંદ આવશે. હવે આગળ શું કરવું તે સૌરવ ગાંગુલી પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો : ડોક્ટર હર્ષવર્ધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મુકાવશે કોરોનાની રસી
થોડા દિવસ પહેલા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને હૃદય રોગનો હુમલો થયો હતો.થી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થયા હતા.હાલ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે.પરંતુ 7 માર્ચે યોજાવનારી રેલીમાં પીએમ સાથે તેઓ ભાગ લેશે કે કેમ અને બીજેપીમાં જોડાશે તેવી અટકળો સામે આવી છે.પરંતુ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી તરફથી પણ આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.જેથી હવે નજીકનો સમય જ બતાવશે કે આ અટકળો કેટલી સાચી પુરવાર થશે.
આ પણ વાંચો : અહીં કોરોનાની રસીના બે ડોઝ લીધા છતાં પણ હેલ્થ વર્કરને એન્ટીબોડી નહીં બન્યા : કોરોના પડકારરૂપ