પ્રદર્શન/ મોંઘવારીના વિરોધમાં શિવસૈનિકો રસ્તા પર,મોદી સરકાર વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન

દેશમાં મોંઘવારીના વિરોધમાં શિવસૈનિકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંબઈમાં શિવસેનાએ મોંઘવારીના વિરોધમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું છે.

Top Stories India
17 મોંઘવારીના વિરોધમાં શિવસૈનિકો રસ્તા પર,મોદી સરકાર વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન

દેશમાં મોંઘવારીના વિરોધમાં શિવસૈનિકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંબઈમાં શિવસેનાએ મોંઘવારીના વિરોધમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું છે. વધતી જતી મોંઘવારીના વિરોધમાં શિવસેના દ્વારા યુવા સેનાના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયેલા વરુણ સરદેસાઈની આગેવાનીમાં શિવસૈનિકોએ મુંબઈમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતાં અવાજ બુલંદ કર્યો હતો. મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે દેશમાં મોંઘવારી વધી રહી છે. ઘરેલું ગેસ અને રોજબરોજની ચીજવસ્તુઓ સહિત ઈંધણના ભાવ દિનપ્રતિદિન આસમાને પહોંચી રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની ગયું છે.

શિવસનાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે દરરોજ વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા પડી રહ્યા છે. છેલ્લા 13 દિવસોમાંથી 11 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મોદી સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. શિવસેના વતી યુવા સેનાના સેક્રેટરી વરુણ સરદેસાઈની આગેવાનીમાં શિવસૈનિકોએ મુંબઈમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનમાં સામેલ લોકોએ પોતાના ખભા પર ગેસ સિલિન્ડર લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.

શિવસેના યુવા સેનાના સેક્રેટરી વરુણ સરદેસાઈએ કહ્યું કે ભાજપ એ તમામ બાબતો કરી રહી છે જેના માટે ભાજપે 2014 પહેલા કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. ડીઝલ, પેટ્રોલ, સીએનજી અને એલપીજીની વધતી કિંમતોના વિરોધમાં યુવા સેના દ્વારા મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં દેખાવો કરવામાં આવી રહ્યા છે.