ગણેશોત્સવ/ રાજકોટમાં ગણેશ ઉત્સવનું ભાજપ આગેવાનોએ વાજતે-ગાજતે કર્યુ આયોજન

તાજેતરમાં રાજકોટમાંથી એક વીડિયો સાામે આવ્યો છે, જેમા શહેર ભાજપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરતા જોવા મળે છે.

Top Stories Rajkot Gujarat
શહેર ભાજપ
  • રાજકોટમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી
  • શહેર ભાજપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન
  • ભાજપ આગેવાનોએ વાજતે-ગાજતે કરી પધરામણી
  • ભાજપ કાર્યાલય ખાતે ગણપતિની સ્થાપના
  • ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી રહ્યા ઉપસ્થિત
  • ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ રહ્યા ઉપસ્થિત

દેશમાં આજથી ગણેેશ ઉત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઇ ગઇ છે. ભક્તો છેલ્લા ઘણા દિવસોથી બપ્પાનાં તહેવારની રાહ જોઇ રહ્યા હતા. જો કે આ વખતે પણ કોરોના વાયરસનાં કારણે ગણેશ ચતુર્થીમાં લોકોને ભીડ ન ભેગી કરવા સલાહ આપવામા આવી રહી છે.

આ પણ વાાંચો – તહેવાર / આજથી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ, મહારાષ્ટ્રમાં સરકારે ભીડ ન ભેગી કરવા કરી અપીલ

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં પણ બપ્પાનું સ્વાગત લોકોએ ખૂબ ઉત્સાહથી કર્યુ છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાંથી બપ્પાની મૂર્તિની લોકો પોતાના ઘરે સ્થાપના કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. આ વચ્ચે તાજેતરમાં રાજકોટમાંથી એક વીડિયો સાામે આવ્યો છે, જેમા શહેર ભાજપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરતા જોવા મળે છે. અહી ભાજપનાં આગેવાનોએ વાજતે-ગાજતે પાર્ટીનાં કાર્યાલય ખાતે બપ્પાની સ્થાપના કરી છે. આ સમયે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવી દઇએ કે, ગણેશ ચતુર્થીનાં આ પર્વમાં રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ધાારાસભ્ય અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાાંચો – સુરેન્દ્રનગર /  ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકીસાથે 65000 રોપાઓનું વાવેતર

ઉલ્લેખનીય છે કે, સનાતન પરંપરામાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા માનવામાં આવે છે. વિદ્યા, બુદ્ધિ, અવરોધોનો નાશ કરનાર, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન આપનાર દેવ તરીકે પણ તે પૂજાય છે. લોકો શુભ કાર્યોનાં પ્રતિકરૂપે ભગવાન ગણેશની પૂજા કરે છે, જેથી તેઓ જે કાર્ય કરે છે તેમા વિજય પ્રાપ્ત કરી શકે. આ તહેવાર મંગલ મૂર્તિની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી ઘણા શુભ સંયોગો લઈને આવી રહી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જે આ તહેવારને વધુ વિશેષ બનાવી રહ્યા છે. 10 સપ્ટેમ્બર 2021 નાં ​​રોજ ગણેશ ચતુર્થી પર બુધ અને મંગળ કન્યા રાશિમાં જોડાશે ઉપરાંત શુક્ર અને ચંદ્ર તુલા રાશિમાં જોડાશે. તુલા રાશિ શુક્રની પોતાની રાશિ છે અને શુક્ર અને ચંદ્ર મહિલા પ્રભુત્વ ધરાવતા ગ્રહો માનવામાં આવે છે, તેથી આ ઘરમાં આ બંનેનાં સંયોગને કારણે આ ગણેશ ચતુર્થી મહિલાઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ દિવસની સારી વાત એ છે કે આ દિવસે સૂર્ય અને શનિ પોતપોતાની રાશિઓમાં રહેશે. સમાજ અને સરકાર માટે આ ખૂબ જ સુખદ પરિસ્થિતિ હશે.