Not Set/ બજેટ સત્ર પહેલા સ્પીકરે બોલાવી સર્વદલીય બેઠક, PM મોદી પણ રહેશે હાજર

દિલ્લી, સોમવારથી ચાલુ થઇ રહેલા બજેટ સત્ર પહેલા તમામ રાજકીય દળોની એક સર્વદલીય બેઠક બોલાવવામાં આવી છે. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં pm મોદી સહિત વિપક્ષના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ સત્રમાં આગામી નાણાકીય વર્ષ માટે ૧ ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી દ્વારા બોલવવામાં આવેલી બેઠક સાંજે ૪ […]

India
બજેટ સત્ર પહેલા સ્પીકરે બોલાવી સર્વદલીય બેઠક, PM મોદી પણ રહેશે હાજર

દિલ્લી,

સોમવારથી ચાલુ થઇ રહેલા બજેટ સત્ર પહેલા તમામ રાજકીય દળોની એક સર્વદલીય બેઠક બોલાવવામાં આવી છે. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં pm મોદી સહિત વિપક્ષના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ સત્રમાં આગામી નાણાકીય વર્ષ માટે ૧ ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે.

સંસદીય કાર્યમંત્રી દ્વારા બોલવવામાં આવેલી બેઠક સાંજે ૪ મળશે. આ મિટિંગમાં તમામ રાજકીય પાર્ટીઓના શીર્ષ નેતાઓ હાજર રહેશે. ત્યારબાદ આ તમામ આગેવાનો સાંજે ૭.૩૦ વાગ્યે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં સત્રમાં પાસ થનારા મહત્વના બીલ પર ચર્ચા થશે જેમાં ટ્રીપલ તલાક અને પછાત વર્ગોના બીલ મુખ્ય છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બે ગૃહોની બોલાવવામાં આવેલી સંયુક્ત બેઠકને સંબોધશે અને ત્યારબાદ બજેટ સત્રની શરૂઆત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ રામનાથ કોવિંદ પહેલીવાર સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે.