Not Set/ આગામી ૯ ફેબ્રુઆરીથી PM મોદી ફિલીસ્તીન, ઓમાન અને યુએઈના વિદેશ પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૯ ફેબ્રુઆરીથી વધુ એક વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. PM મોદી ઇઝરાયેલની મુલાકાત બાદ ફિલિસ્તીન, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતની ચાર દિવસીય રાજકીય મુલાકાતે છે. ત્રણ દેશોની મુલાકાત અંગે વિદેશ મંત્રાલય દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત પર દેશોના હિતો અને સુરક્ષાને લગતા વિષયો પર વાત થશે. આ પ્રવાસમાં ફિલિસ્તીનની […]

India
pm modi foreign tour આગામી ૯ ફેબ્રુઆરીથી PM મોદી ફિલીસ્તીન, ઓમાન અને યુએઈના વિદેશ પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૯ ફેબ્રુઆરીથી વધુ એક વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. PM મોદી ઇઝરાયેલની મુલાકાત બાદ ફિલિસ્તીન, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતની ચાર દિવસીય રાજકીય મુલાકાતે છે. ત્રણ દેશોની મુલાકાત અંગે વિદેશ મંત્રાલય દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત પર દેશોના હિતો અને સુરક્ષાને લગતા વિષયો પર વાત થશે. આ પ્રવાસમાં ફિલિસ્તીનની મુલાકાત ભારત માટે સૌથી મહત્વની છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ફિલિસ્તીનની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ ફિલીસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની સાથે બઠેક કરશે. આ ઉપરાંત તેઓ અનેક કાર્યકર્મોમાં પણ હાજરી આપશે. ફિલીસ્તીનના રાષ્ટ્રપતિ વર્ષ 2017માં ભારતની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે મોદી સરકારે તેમને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ફિલિસ્તીનના ઉદ્દેશ્ય પુરો કરવા સમર્થન કરશે, આથી આ મુલાકાત ઘણી મહત્વની છે. આ સિવાય યૂએઇની પ્રવાસ દરમિયાન રક્ષા, સુરક્ષા અને વ્યાપારને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ મુલાકાત દરમિયાન તેઓ છઠ્ઠીવાર વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધશે. જયારે ઓમાનની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ પર ચર્ચા કરશે.