Pakistan/ લાહોરનાં રસ્તા પર PM મોદી અને અભિનંદનનાં લાગ્યા પોસ્ટર, જાણો શું છે કારણ

પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગનાં નેતા અયાઝ સાદિક દ્વારા અપાયેલા નિવેદન બાદ પાયલોટ વિંગનાં કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બની રહ્યા છે.

India
a લાહોરનાં રસ્તા પર PM મોદી અને અભિનંદનનાં લાગ્યા પોસ્ટર, જાણો શું છે કારણ

પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગનાં નેતા અયાઝ સાદિક દ્વારા અપાયેલા નિવેદન બાદ પાયલોટ વિંગનાં કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બની રહ્યા છે. પાક સાંસદ અયાઝ સાદિકે ભારતની તરફેણમાં નિવેદન આપ્યા બાદ તેમને તેમના મત ક્ષેત્રમાં સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લાહોરની શેરીઓમાં સાદિકનાં અભિનંદન અને પીએમ મોદી સાથે પોસ્ટરો છે. ઘણા પોસ્ટરોમાં, અયાઝ સાદિકની તુલના મીર જાફર સાથે કરવામાં આવી છે, તેમને સમુદાયનાં ગદ્દાર ગણાવામાં આવ્યા છે.

આ પણ વાંચો : શશી થરૂરે પેપ્સી-કોકનું ઉદાહરણ આપી સમજાવ્યું કે, ભાજપની ચાલ ચાલવા જશે તો કોંગ્રેસ ખતમ થઇ જશે

અયાઝ સાદિકનાં મત વિસ્તાર લાહોરની ગલીઓએ લાગેલા આ પોસ્ટરોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને પીએમ મોદીનાં પોસ્ટરો લગાવેલા છે. કેટલાક પોસ્ટરોમાં સાદિકને વર્ધમાન તરીકે દર્શાવવામાં આવેલ છે. ઘણા પોસ્ટરોમાં તેમને ભારત સમર્થક જાહેર પણ કરવામાં આવ્યા છે. તેમના પોસ્ટરની બેકગ્રાઉન્ડમાં ભારતનો ધ્વજ દેખાય છે. પાકિસ્તાનનાં ગૃહ પ્રધાન અઝાઝ અહેમદ શાહે એક જાહેર સભા દરમિયાન કહ્યું હતું કે, અયાઝ સાદિકને ભારત જતુ રહેવું જોઈએ.

इमरान सरकार ने उनके खिलाफ खोला मोर्चा

તેમણે કહ્યું કે, સંસદમાં તેમણે તેમની સેનાની વિરુદ્ધ જે કહ્યું હતુ, આ તે અમૃતસર જઇને કહે. આયાઝ સાદિક વિરુદ્ધ પૂરા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઇમરાનની સરકારનાં મંત્રી તેમની સામે મોર્ચો ખોલીને બેસી ગયા છે. અયાઝ સાદિક હજી પણ પાકિસ્તાનની સંસદમાં તેમના નિવેદનની સાથે જ બની રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાસે હજી પણ ઘણા રહસ્યો દફન છે, પરંતુ તેમણે ક્યારેય કોઈ ગેરવાજબી નિવેદન આપ્યું નથી.

આ પણ અવંચો : રાજસ્થાનને 60 રને હરાવી કોલકતાની પ્લેઓફની આશા જીવંત

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં અયાઝ સાદિકે કહ્યું હતું કે ભારતનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતનાં હુમલાનાં ડરથી છોડી દેવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, શાહ મહમૂદ કુરેશીએ તે મીટિંગમાં હતા જેમાં ઈમરાન ખાને હાજર રહેવાની ના પાડી હતી. આર્મી ચીફ બાજવાનાં પગ કાંપી રહ્યા હતા, તેમના કપાળ પર પરસેવો દેખાઇ રહ્યો હતો. કુરેશીએ મીટીંગમાં સામેલ નેતાઓને કહ્યું કે ખુદા માટે હવે તેને પરત મોકલી દો કારણ કે, 9 વાગ્યે ભારત પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.