Not Set/ AIADMK માંથી શશિકલાની હકાલપટ્ટી

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ AIADMKમાં પક્ષની કમાન સંભાળવા માટે મોટી હોડ જામી છે. જયલલિતાના નિધન બાદ પક્ષની કમાન પહેલા શશિકલાએ પોતાના હાથમાં લીધી અને પક્ષના બે ફાંટા પાડ્યા હતા તેમજ શશિકલાએ પોતાના નજીકના અને પરિવારના લોકોને પાર્ટીમાં સારા પદે બેસાડવાની વ્યૂહરચના રચી હતી. જેલમાં ગયા બાદ પણ શશિકલાનું પાર્ટી પર પ્રભુત્વ અકબંધ હતું. […]

India
sasikala copy 647 031017124530 AIADMK માંથી શશિકલાની હકાલપટ્ટી

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ AIADMKમાં પક્ષની કમાન સંભાળવા માટે મોટી હોડ જામી છે. જયલલિતાના નિધન બાદ પક્ષની કમાન પહેલા શશિકલાએ પોતાના હાથમાં લીધી અને પક્ષના બે ફાંટા પાડ્યા હતા તેમજ શશિકલાએ પોતાના નજીકના અને પરિવારના લોકોને પાર્ટીમાં સારા પદે બેસાડવાની વ્યૂહરચના રચી હતી. જેલમાં ગયા બાદ પણ શશિકલાનું પાર્ટી પર પ્રભુત્વ અકબંધ હતું. પરંતુ હાલના સંજોગોમાં રાજકીય સમીકરણો બદલાયાં છે. પહેલાં તો AIADMK પક્ષના અલગ થયેલા પનીરસેલ્વમ અને પલાનીસામીના બે જૂથ હાલ એકત્રિત થયાં છે. ગત મંગળવારે આ જૂથ દ્વારા એક પ્રસ્તાવ પાસ કરીને શશિકલાને પહેલા પક્ષના જનરલ સેક્રેટરી પદેથી હટાવવામાં આવ્યા ત્યારબાદ પાર્ટીમાંથી પણ બહારનો રસ્તો દેખાડ્યો છે. પનીરસેલ્વમ અને પલાનીસામી દ્વારા બોલાવવામાં આવેલી જનરલ કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.