અનુભવી ભારતીય ઓપનર શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જી લગ્નના આઠ વર્ષ બાદ અલગ થયા છે. એએનઆઇ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2012 માં ધવન અને આયેશા લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા અને 2014 માં આ કપલે એક પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ જોરાવર છે. જોકે, હજી સુધી ધવનનું આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી અને ન તો તેણે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી છે.
ધવનને તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતે આ પ્રવાસ પર વનડે શ્રેણી 2-1થી જીતી હતી, જ્યારે ટી 20 શ્રેણીમાં ટીમને 1-2ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ધવનની નજર હવે ભારતની ટી 20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવા પર છે, જેની જાહેરાત બુધવારે થવાની છે. અહીં ધવનની સ્પર્ધા કેએલ રાહુલ સાથે છે. એક બાજુ ધવન શીખર સર કરવામાં લીન છે ત્યારે બીજી બાજિ લગ્નના આઠ વર્ષ પછી પત્ની આયેશા સાથે અલગ થયાના સમાચારથી તેના ચાહકોમાં નિરાશા જોવા મળે છે. જો કે, હજુ શીખરે આ વાતની સંર્પુણ રીતે પુષ્ઠી નથી કરી.