Not Set/ #Lockdown 4.0/ દેશનાં 30 જિલ્લાઓમાં કડક લોકડાઉન ચાલુ રહી શકે છે, ગુજરાતનાં આ જિલ્લામાં પણ…

કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે દેશમાં લોકડાઉન હજુ પણ વધારવામાં આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દેશનાં 30 જિલ્લાઓમાં કડક લોકડાઉન ચાલુ રહી શકે છે. આ તે વિસ્તારો છે જ્યાં કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. લોકડાઉન મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ, ઔરંગાબાદ, પુણે, પાલઘર, સોલાપુર, નાસિક અને થાણેમાં ચાલુ રહેશે. વળી તામિલનાડુનાં કુડ્ડાલોર, ચેંગલપટ્ટુ, એરિયાલુર, […]

India
a0702188a53e3aa36eec7be494e077cb #Lockdown 4.0/ દેશનાં 30 જિલ્લાઓમાં કડક લોકડાઉન ચાલુ રહી શકે છે, ગુજરાતનાં આ જિલ્લામાં પણ...
a0702188a53e3aa36eec7be494e077cb #Lockdown 4.0/ દેશનાં 30 જિલ્લાઓમાં કડક લોકડાઉન ચાલુ રહી શકે છે, ગુજરાતનાં આ જિલ્લામાં પણ...

કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે દેશમાં લોકડાઉન હજુ પણ વધારવામાં આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દેશનાં 30 જિલ્લાઓમાં કડક લોકડાઉન ચાલુ રહી શકે છે. આ તે વિસ્તારો છે જ્યાં કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. લોકડાઉન મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ, ઔરંગાબાદ, પુણે, પાલઘર, સોલાપુર, નાસિક અને થાણેમાં ચાલુ રહેશે.

વળી તામિલનાડુનાં કુડ્ડાલોર, ચેંગલપટ્ટુ, એરિયાલુર, વિલ્લુપુરમ, તિરુવલ્લુર અને ગ્રેટર ચેન્નઈ જિલ્લામાં લોકડાઉનનું સખત અનુસરણ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં કડક લોકડાઉન ચાલુ રહેશે. દેશની રાજધાની દિલ્હીને પણ આ કેટેગરીમાં રાખવામાં આવી છે, ત્યારબાદ તે નક્કી છે કે અહીં છૂટ મળે તેવી શક્યતા ઓછી છે.

આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશમાં ભોપાલ અને ઈન્દોર, જ્યારે પશ્ચિમ બંગાળનાં હાવડા અને કોલકાતામાં પણ લોકડાઉનનું કડક પાલન કરાશે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાનમાં પણ કોરોનાનાં કેસોમાં વધારો થયો છે. અહીં, જયપુર, જોધપુર, ઉદેપુરમાં કડક લોકડાઉન ચાલુ રહેશે. ઉત્તરપ્રદેશનાં આગ્રા અને મેરઠ, આંધ્રપ્રદેશનાં કુર્નુલ, તેલંગાણાનાં ગ્રેટર હૈદરાબાદ, પંજાબનાં અમૃતસર અને ઓડિશાનાં બરહામપુરમાં કડક લોકડાઉન ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.