Not Set/ પંચમહાલ: વિજય રૂપાણીએ પાવાગઢમાં કર્યું હોસ્પિટલનું લોકાર્પણ

પંચમહાલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પવિત્ર યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ તાજપુરા ખાતે નારાયણ આઈ હોસ્પિટલના નવા વોર્ડના લોકાર્પણ માટે ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ દર્દીઓને આંખની તકલીફોની નિ:શુલ્ક સારવાર મળે તે હેતુથી શરુ કરેલ આ હોસ્પિટલ વર્ષ ૧૯૭૬થી કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં ૧૧ લાખ દર્દીઓએ નિ:શુલ્ક લાભ લીધો છે. ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સીએમ રૂપાણીએ […]

Top Stories Gujarat Politics
hgdjfhgjhsfdgjhsdf પંચમહાલ: વિજય રૂપાણીએ પાવાગઢમાં કર્યું હોસ્પિટલનું લોકાર્પણ

પંચમહાલ,

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પવિત્ર યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ તાજપુરા ખાતે નારાયણ આઈ હોસ્પિટલના નવા વોર્ડના લોકાર્પણ માટે ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ દર્દીઓને આંખની તકલીફોની નિ:શુલ્ક સારવાર મળે તે હેતુથી શરુ કરેલ આ હોસ્પિટલ વર્ષ ૧૯૭૬થી કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં ૧૧ લાખ દર્દીઓએ નિ:શુલ્ક લાભ લીધો છે. ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સીએમ રૂપાણીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અહી આવવાનો મોકો મળ્યા બદલ ધન્યતા અનુભવે છે. દરિદ્રોની સેવા એ જ ઈશ્વરની સેવા છે.

રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાની આજરોજ ગુરુપુર્નીમાના દિવસે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ નારાયણ ધામ તાજપુરા ખાતે આજ રોજ આઈ હોસ્પિટલના વોર્ડના લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા.

તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ જ્યાં વર્ષ ૧૯૭૬ ની સાલથી આંખની હોસ્પિટલ કાર્યરત છે. જેનો અત્યાર સુધીમાં ૧૧ લાખ દર્દીઓએ નિશુલ્ક લાભ લીધો છે. હાલમાં આ હોસ્પિટલનો વિસ્તાર વધારીને ૨૫૦ બેડના નવા વોર્ડ બનાવવામાં આવેલ છે. જેના લોકાર્પણ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તાજપુરા ખાતે આવેલ હતા અને તેઓના હસ્તે ૨૫૦ બેડ ધરાવતા નવા વોર્ડ નું લોકાર્પણ કરાયું હતું.

નારાયણ બાપુ નામના સંત દ્વારા જંગલ વિસ્તારમાં વર્ષો અગાઉ આશ્રમની સ્થાપના કરવામાં આવેલ અને ધાર્મિક કાર્યોની સાથે-સાથે આ આશ્રમમાં ૧૯૭૬ ની સાલમાં આઈ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી અને આસપાસના ગરીબ દર્દીઓને આંખની તકલીફોની નિ:શુલ્ક સારવાર થાય તે હેતુ શરુ કરાયેલ આ શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૧ લાખ દર્દીઓએ નિ:શુલ્ક સારવાર લીધી છે.

આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જયારે લાખો અનુયાયીઓ અને ભક્તો પૂજ્ય નારાયણ બાપુ આશ્રમના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે પ્રસંગોચિત ઉદબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાને આવા પવન પ્રસંગે અહીં આવવાનો મોકો મળ્યા બદલ ધન્યતા અનુભવી હતી. સાથે-સાથે તેમણે જણાવ્યું હતું કે દરિદ્ર નારાયણની સેવા એજ ઈશ્વરની સેવા છે. આ પ્રસગે મુખ્યમંત્રીએ વોર્ડના લોકાર્પણ બાદ નારાયણ બાપુની દિવ્ય પર્ણ કુટીર ગુફાના દર્શન કર્યા હતા.