vaccination drive/ SCનો નિર્ણય – કોરોના વેક્સિન લેવા માટે દબાણ નહીં કરી શકાય

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિને રસી આપવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે તે સંતુષ્ટ છે કે વર્તમાન રસી નીતિને ગેરવાજબી અને સંપૂર્ણ મનસ્વી કહી…

Top Stories India
SC's decision - can not force for vaccine

સુપ્રીમ કોર્ટે આજે (સોમવારે) કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિને રસી માટે બળજબરી નહીં કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિને રસી આપવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે તે સંતુષ્ટ છે કે વર્તમાન રસી નીતિને ગેરવાજબી અને સંપૂર્ણ મનસ્વી કહી શકાય નહીં. સરકાર લોકોના હિત માટે નીતિ બનાવી શકે છે અને કેટલીક શરતો લાદી શકે છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેટલીક રાજ્ય સરકારો અને સંગઠનો દ્વારા જાહેર સ્થળોએ રસી ન અપાયેલા લોકોના પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે લાદવામાં આવેલી શરત પ્રમાણસર નથી અને વર્તમાન સંજોગોમાં તેને પાછી ખેંચી લેવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને COVID-19 રસીકરણની પ્રતિકૂળ અસરો અંગેનો ડેટા સાર્વજનિક કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જોકે, કોર્ટે કેન્દ્રની રસીકરણ નીતિને તર્કસંગત ગણાવી હતી. કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને રસી લેવા માટે દબાણ કરી શકાય નહીં.

તો સુપ્રીમ કોર્ટે સરકારની કોવિડ રસીકરણ નીતિને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે તે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે, પરંતુ કોઈને પણ રસી લેવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે સૂચન કર્યું છે કે રાજ્ય સરકારોએ કોવિડની રસી ન મેળવી હોય તેવા લોકોને જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવાથી રોકવાના આદેશો પાછા ખેંચવા જોઈએ.

આ પણ વાંચો: રાહત / પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ.10નો વધારો અપાશે : બનાસડેરી

આ પણ વાંચો: રાજકીય વિશ્લેષણ / છોટુ વસાવા અને BTP ના ભરોસે કેજરીવાલ ગુજરાતસર કરી શકશે ?