Entertainment News: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફેન્સ ફિલ્મ જોવા માટે આતુર જોવા મળ્યા છે.
તાજેતરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે લખનઉના ઘંટાઘર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મોટી જનમેદની સામે કેટલાક સ્ટંટ કર્યા હતા. જેના ઘણા વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દરમિયાન અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને જોવા ભીડ એટલી બેકાબૂ થઈ ગઈ હતી કે પોલીસે તેને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
Lucknow me #AkshayKumar kaa chappalo se swagat chota star 🤣🤣#BadeMiyanChoteMiyan pic.twitter.com/MIFwfwxXx0
— TYAGI-HR (@ReturnTyagi) February 26, 2024
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અક્ષય અને ટાઈગર એક્શન સ્ટંટ બતાવતા એન્ટ્રી લેતા જોવા મળે છે. અક્ષય-ટાઈગરે એરિયલની મદદથી લટકીને લખનૌના ઘંટાઘરથી સ્ટેજ સુધીનો રસ્તો કવર કર્યો હતો. આ દરમિયાન બંને સ્ટાર્સે દોરડાથી લટકતી વખતે અનેક કરતબો પણ બતાવ્યા હતા. સ્ટાર્સને આ સ્ટંટ કરતા જોઈને નીચે ઊભેલી જનતા ચીસો પાડી રહી છે. હંગામાને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એક એક્શન-થ્રિલર સાયન્સ ફિક્શન બનવા જઈ રહી છે. જેમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે. બંને કલાકારો પહેલીવાર સાથે જોવા મળવાના છે. ફિલ્મનો વિલન ફિલ્મમાં તેમના બંને પાત્રો જેટલો જ અદ્ભુત હશે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ઘણું દમદાર હતું. ટીઝરમાં બંને કલાકારો આર્મી ઓફિસરના લુકમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં માનુષી છિલ્લર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સોનાક્ષી સિન્હા, અલાયા એફ અને રોનિત રોયનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો:AMC/ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી
આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ
આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મો