બોલિવૂડ/ વિદ્યાની આગામી ફિલ્મ ‘શેરની’ નું ટ્રેલર થયુ રિલીઝ, ફિલ્મમાં વિદ્યા છે વન વિભાગ અધિકારી

વિદ્યા બાલનનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાની આગામી ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ટીઝર પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

Entertainment
1 73 વિદ્યાની આગામી ફિલ્મ 'શેરની' નું ટ્રેલર થયુ રિલીઝ, ફિલ્મમાં વિદ્યા છે વન વિભાગ અધિકારી

વિદ્યા બાલનનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાની આગામી ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ટીઝર પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

Bollywood / સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં NCBની મોટી કાર્યવાહી, હરીશ ખાનની કરી ધરપકડ

વિદ્યાની આ ફિલ્મ 18 જૂને રિલીઝ થશે. આ ફિલ્મ થિયેટરો માટે બનાવવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. આ પહેલા વિદ્યાની ફિલ્મ ‘શકુંતલા’ પણ ઓટીટી પર રિલીઝ થઈ હતી. શેરની ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મમાં જંગલ, પ્રાણીઓ અને માણસો વચ્ચેનાં સંબંધની વાર્તા બતાવવામાં આવી છે. શેરનીનાં ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વિદ્યા બાલનનો દમદાર અભિનય ફરી એકવાર જોવા મળી રહ્યો છે. વિદ્યા આ ફિલ્મમાં વન અધિકારીની ભૂમિકામાં છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જંગલનાં વાઘ મનુષ્ય માટે જોખમી બની ગયા છે. ફિલ્મનાં ગીતો પણ દમદાર છે. ટ્રેલર જોઇને લાગે છે કે શેરનીની વાર્તા કોઈ સાચી ઘટના પર આધારીત હોઈ શકે છે. ટ્રેલરમાં વિદ્યા વન અધિકારીની ભૂમિકામાં છે, અને માણસો ખાનારા શેરનીની શોધમાં વ્યસ્ત છે. શેરનીનાં આતંકને કારણે તેમને સ્થાનિક લોકોનાં રોષનો પણ સામનો કરવો પડે છે. આવી ઘટનાઓ અખબારોમાં ઘણીવાર જોવા મળે છે. તમે હંમેશાં સાંભળતા જ હશો કે કોઈ સ્થાન પર શેરની જંગલની બહાર આવીને વસ્તી સુધી પહોંચે છે અથવા તેણે માણસો પર હુમલો કર્યો હોય. વન વિભાગ આવી બાબતોનું સંચાલન કરે છે.

કરણ મહેરા વિવાદ / માથા પર પાટો બાંધીને સામે આવી કરણ મેહરાની પત્ની, અફેર સહિત લગાવ્યા આ ગંભીર આરોપ

શેરનીમાં આવી જ એક કથાને વાર્તાનો આધાર બનાવવામાં આવ્યો છે, જેમાં શેરની માનવભક્ષક બની જાય છે. હવે તેને પકડવા વન વિભાગ માટે સૌથી મોટો પડકાર છે. પરંતુ જ્યારે આ જવાબદારી કોઈ મહિલા અધિકારીને આપવામાં આવે છે, ત્યારે શંકાઓ ઉભી થાય છે. શરત સક્સેનાને ટ્રેલરમાં એક મહાન શિકારી તરીકે બતાવવામાં આવ્યો છે. આ સિવાય વિજય રાજ, મુકુલ ચડ્ડા, નીરજ કબી, ઇલા અરૂણ સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

majboor str 1 વિદ્યાની આગામી ફિલ્મ 'શેરની' નું ટ્રેલર થયુ રિલીઝ, ફિલ્મમાં વિદ્યા છે વન વિભાગ અધિકારી