deepfake/ રશ્મિકા મંદનાના Bold Video પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, જાણો મામલો

અભિનેત્રી રશ્મિકા મંદાનાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિનેત્રીનો બોલ્ડ લુક નજરે પડે છે.બિગ બી એ આ મામલે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

Trending Entertainment
YouTube Thumbnail 46 રશ્મિકા મંદનાના Bold Video પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, જાણો મામલો

રશ્મિકા મંદાનાના બોલ્ડ વીડિયો પર અમિતાભ બચ્ચન ગુસ્સે થયા છે. બિગ બી એ આ મામલે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. અભિનેત્રી રશ્મિકા મંદાનાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિનેત્રીનો બોલ્ડ લુક નજરે પડે છે. મંદાનાના વાયરલ થયેલ આ વીડિયો પર તેના  ફેન્સ ભડકયા છે તો કેટલાક આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Rashmika 2withBigB d રશ્મિકા મંદનાના Bold Video પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, જાણો મામલો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેનાથી ફાયદો પણ થાય છે અને ગેરલાભ પણ થઈ શકે છે. હાલમાં યુવા દિલોની ધડકન રશ્મિકા મંદાનાના એક વીડિયોને લઈને બોલીવુડ સ્ટાર સહિત તેના ફેન્સે આકરી પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયામાં રશ્મિકા મંદન્નાનો ડીપફેક બોલ્ડ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મંદાનાનો બોલ્ડ લુક દેખાય છે. મંદાના બ્લેક કલરના ડીપ નેક ટાઈટ જિમ વેરમાં લિફ્ટની અંદર આવે છે. માથે ગોગલ્સ રાખ્યા છે. આ બોલ્ડ વીડિયો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ ફેન્સમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે. દરમ્યાન બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન અભિનેત્રી રશ્મિકાના સમર્થનમાં આવ્યા છે.

રશ્મિકા મંદાનાના ફેન્સની સાથે અમિતાભે પણ આ વીડિયોને લઈને આકરી પ્રતિક્રિયા આપતા વીડિયો એડિટ કરીને લીક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. બિગ બીએ  સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેમજ મહાનાયક અમિતાભ સહિત એક યુઝરે ઓરિજીનલ વીડિયો પણ શેર કર્યો છે જે બતાવે છે કે હકીકતમાં વીડિયો કઈ વ્યક્તિનો છે.

મંદાનાનો ડીપફેક વિડીયો વાયરલ થયો છે તે વાસ્તવમાં બ્રિટીશ ગર્લ ઝરા પટેલ નામની વ્યક્તિનો છે. આ વ્યક્તિનો વીડિયોને મોર્ફ કરી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ કિસ્સા પરથી લાગે છે કે લોકો વઘુ views લેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુઉપયોગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 રશ્મિકા મંદનાના Bold Video પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, જાણો મામલો


આ પણ વાંચો : Banned/ કેન્દ્ર સરકારે ‘મહાદેવ એપ’ સહિત 22 બેટિંગ એપ સામે લગાવ્યો પ્રતિબંધ, તો ભેજાબાજોએ નીકાળ્યો તોડ

આ પણ વાંચો : Karnatak Congress/ કોંગ્રેસના 50 વિધાનસભ્યો ભાજપમાં થશે સામેલઃ જાણો કોણે કર્યો આ દાવો

આ પણ વાંચો : Delhi/ દેશના પ્રથમ દલિત CIC ‘હીરાલાલ સામરિયા’ કોણ છે?