કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ એપથી થતા મોટા Fraudને લઈને મહત્વનો નિર્ણય લીધો. કેન્દ્રએ મહાદેવ એપ સહિત 22 એપ્સ અને વેબસાઈટને બ્લોક કરવાનો નિર્ણય લીધો. EDની ભલામણ બાદ ઓનલાઈન ગેમિંગ એપ બ્લોક કરવા મામલે કેન્દ્ર દ્વારા નિર્ણાયક પગલા લેવામાં આવ્યા. કેન્દ્ર સરકારના સટ્ટાબાજો પર કડક વલણ બાદ ભેજાબાજોએ તેનો તોડ નીકાળતા સટ્ટો ચાલુ રહેવાના સંકેત આપ્યા.
કેન્દ્ર સરકારના પ્રતિબંધ અને EDની કાર્યવાહી બાદ મહાદેવ એપ સટ્ટા માટે નવો કિમીયો અપનાવ્યો છે. ભેજાબાજોએ પોતાની વેબસાઈટનું ડોમેન બદલ્યું હોવાની જાતે માહિતી આપી. સાથે એ પણ જણાવ્યું કે નવા ડોમેનમાં જૂના આઈડી અને પાસવર્ડ એ જ રહેશે. કંઈપણ બદલાશે નહીં. તમામ બુકીઓ આ ડોમેન પરથી સટ્ટો લગાવી શકશે.

ઓનલાઈન ગેમિંગ ‘મહાદેવ એપ’ ઘણા દિવસોથી વિવાદમાં છે. બુકીઓ દ્વારા આ પ્રકારની એપ પર સટ્ટો રમવામાં આવતો હતો. અચાનક એપ બંધ થતા છેતરપિંડીની ફરિયાદો ઉઠતા સમગ્ર મામલાની ED દ્વારા તપાસ કરવામાં આવી. આ મામલામાં પગેરુ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સુધી પંહોચ્યું. જેમાં સામે આવ્યું કે મહાદેવ એપના માલિકે દુબઈથી ભૂપેશ બઘેલનો કરોડો રૂપિયા મોકલ્યા હતા. આ મામલે છત્તીસગઢ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી ભીમ સિંહ યાદવ અને અસીમ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કેમકે તપાસમાં સામે આવ્યું કે આ કોન્સ્ટેબલ દ્વારા જ દરેક નેતા અને અધિકારીઓને પૈસા પંહોચાડવામાં આવતા હતા. આ રૂપિયાનો ઉપયોગ ચૂંટણીમાં થવાનો હતો. જો કે છતીસગઢની ભૂપેશ બઘેલ સરકારે તમામ આરોપ ફગાવ્યા.
રવિવારે ભારત સરકારે મહાદેવ બુક સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સ સામે કડક પગલા લેતા તમામ એપ્સ અને વેબસાઈટને બ્લોક કરી દીધી છે. સરકારના આ પગલાથી બુકીઓ અને સટ્ટાબાજી એપથી કમાણી કરનાર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને લોકો ચૂંટણી અને ક્રિકેટને લઈને આ એપ પર સટ્ટો રમતા હોય છે. જો કે ED દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ ઓનલાઈન ગેમિંગ એપને લઈને પગલા લેતા સટ્ટાબાજી એપ પર પ્રતિબંધ લગાવતા બાકીની એપના નિર્માતાઓ પણ ગભરાયા છે.
આ પણ વાંચો : Vidhansabha Election 2023/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં નોમિનેશન માટે અંતિમ દિવસ, ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી
આ પણ વાંચો : Israel Hamas War/ યુદ્ધ વચ્ચે UAEનું મોટું પગલું, ગાઝામાં ઓપરેશન ‘ગેલન્ટ નાઈટ 3’ શરૂ
આ પણ વાંચો :#Birthdaycelebration/ વિરાટને જન્મ દિવસ પર CABએ ‘Golden Bat’ની આપી Gift, શું લખ્યું છે બેટ પર

