Not Set/ Hyundai દ્વારા ભારતમાં નવી ક્રેટા ફેસલિફ્ટ કાર કરાઈ લોન્ચ, જુઓ, આ કારના ફિચર્સ અને તેની કિંમત

નવી દિલ્હી, દેશની અગ્રણી કાર નિર્માતા કંપની Hyundai દ્વારા ભારતમાં નવી ક્રેટા ફેસલિફ્ટ કાર લોન્ચ કરવામાં આવી છે. આ કારના પેટ્રોલ વેરિયન્ટમાં શરૂઆતની એક્સ શો રુમ કિંમત ૯.૪૩ લાખ રૂપિયા જયારે ડીઝલ વેરિયન્ટની શરૂઆતી કિંમત ૯.૯૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે. લોન્ચ કરવામાં આવેલી નવી Creta ફેસલિફ્ટ કારના પેટ્રોલ વેરિયન્ટની કિંમત જૂની કારની સરખામણીમાં ૧૫૦૦૦ […]

Tech & Auto Business

નવી દિલ્હી,

દેશની અગ્રણી કાર નિર્માતા કંપની Hyundai દ્વારા ભારતમાં નવી ક્રેટા ફેસલિફ્ટ કાર લોન્ચ કરવામાં આવી છે. આ કારના પેટ્રોલ વેરિયન્ટમાં શરૂઆતની એક્સ શો રુમ કિંમત ૯.૪૩ લાખ રૂપિયા જયારે ડીઝલ વેરિયન્ટની શરૂઆતી કિંમત ૯.૯૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે.

લોન્ચ કરવામાં આવેલી નવી Creta ફેસલિફ્ટ કારના પેટ્રોલ વેરિયન્ટની કિંમત જૂની કારની સરખામણીમાં ૧૫૦૦૦ રૂપિયા વધુ જયારે આ કારના ટોચ SX (O) પેટ્રોલ વેરિયન્ટની કિંમત ગત મોડલ કરતા ૫૭૦૦૦ રૂપિયા જેટલી વધુ રાખવામાં આવી છે.

બીજી બાજુ ડીઝલ વેરિયન્ટની વાત કરવામાં આવે તો નવી કારના આ વેરિયન્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ ટોપ ડીઝલ વેરિયન્ટના SX (O)ની કિમતમાં ૪૪૦૦૦ રૂપિયા વધુ રાખવામાં આવી છે.

ભારતમાં લોન્ચ કરવામાં આ નવી ક્રેટા ફેસલિફ્ટ કારના મુકાબલામાં મહિન્દ્રા XUV500 અને JEEP compass છે.

કંપની દ્વારા આ નવી કારમાં સ્ટાઈલ તેમજ ઈન્ટીરિયરમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે તેમજ બીજા નવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

Hyundai દ્વારા લોન્ચ કરાયેલી આ કારના સેગમેન્ટમાં પ્રથમવાર સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, 6-વે પાવર્ડ ડ્રાઈવર સીટ, સ્માર્ટ કી-બેડ અને વાયરલેસ ચાર્જર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્રુઝ કંટ્રોલ, મિરર લિંક, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેની સાથે સાથે ૭ ઇંચની એક ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ સિસ્ટમ પણ આપવામાં આવી છે.

ક્રેટા ફેસલિફ્ટમાં સુરક્ષાના કારણોસર ૬ એયરબેગ્સ, ABS (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવી છે. આ નવી કોમ્પેક્ટ SUVમાં ESC, VSM અને હિલ આસિસ્ટ કંટ્રોલ ફિચર્સ પણ આપવામાં આવ્યું છે.

આ કારના એન્જિનની વાત કરવામાં આવે તો ૧.૬ લીટર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યો છે જે ૧૨૧ bhp પાવર જનરેટ કરે છે. જયારે ૧.૬ લીટર CRDi ડીઝલ એન્જીન ૧૨૬ bhpનો મેક્સિમમ પાવર જનરેટ કરે છે. સાથે સાથે આ કારના બંને એન્જીનમાં ૬ સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન સાથે જોડવામાં આવ્યું છે.