Pregnancy Planning Tips 2026: માતા-પિતા બનવાની સફર ગર્ભધારણથી શરૂ થાય છે. આ આજના ભાગદોડભર્યા જીવનમાં કપલ્સ માટે લાઈફસ્ટાઈલ અને ડાયટમાં સુધારો કરવો અનિવાર્ય બન્યો છે. જ્હોન હોપકિન્સ અને અમેરિકન પ્રેગ્નન્સી એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોવ, તો નીચેની 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:
દારૂ અને નશાથી દૂર રહો
પ્રેગ્નન્સીનો (Pregnancy) પ્રયાસ કરી રહેલા કપલ્સ માટે દારૂનું સેવન ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે હોર્મોન્સ, માસિક ધર્મ અને ઓવ્યુલેશન પ્રક્રિયાને પ્રભાવિત કરે છે, જે કન્સીવ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. ઉપરાંત, પ્રેગ્નન્સી દરમિયાન દારૂ પીવાથી પ્રી-મેચ્યોર ડિલિવરી જેવું જોખમ વધી જાય છે.
Pregnancy માટે સ્મોકિંગની આદત છોડો
ધૂમ્રપાન માત્ર માતા માટે જ નહીં પણ થનારા બાળક માટે પણ ઘાતક છે. સ્મોકિંગ કરનારી મહિલાઓના બાળકોમાં જન્મ સમયે ઓછું વજન અને ‘સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ’ (SIDS) જેવો ખતરો રહે છે. પેસિવ સ્મોકિંગ (બીજાનો ધુમાડો શ્વાસમાં જવો) પણ તેટલું જ જોખમી છે.
વજન પર નિયંત્રણ રાખો
ગર્ભધારણ માટે યોગ્ય વજન હોવું અત્યંત જરૂરી છે:
વધુ વજન: હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધારે છે.
ઓછું વજન: બાળકનું વજન જન્મ સમયે ઓછું રહેવાની આશંકા રહે છે.
કસરત: અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 થી 4 વાર એરોબિક કસરત કે યોગ કરવા જોઈએ, જે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને શરીરને પ્રેગ્નન્સી માટે તૈયાર કરે છે.
હેલ્ધી ડાયટ અને ન્યુટ્રિશન
તમારી ફિઝિકલ હેલ્થ અને પ્રજનન ક્ષમતાનો સીધો સંબંધ તમારા ખોરાક સાથે છે. ડાયટમાં વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહાર સામેલ કરો. હેલ્ધી ડાયટ કન્સીવ કરવાની સંભાવનાને કુદરતી રીતે વધારે છે.
ફોલિક એસિડની ટેબ્લેટ
ફેમિલી પ્લાનિંગ (Pregnancy) સમયે ડોક્ટરની સલાહ મુજબ ફોલિક એસિડ લેવાનું શરૂ કરવું જોઈએ. આ વિટામિન બાળકના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને જન્મજાત ખામીઓ (જેમ કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ) થી બચાવે છે.
ખાસ નોંધ: જો તમને ડાયાબિટીસ, મિર્ગી જેવી કોઈ બીમારી હોય અથવા મેન્ટલ હેલ્થને લગતી કોઈ સમસ્યા હોય, તો પ્રેગ્નન્સી (Pregnancy) પ્લાન કરતા પહેલા એક્સપર્ટ ડોક્ટરની સલાહ અચૂક લેવી. કોઈ પણ દવા ડોક્ટરને પૂછ્યા વગર બંધ ન કરવી.



