Lifestyle News/ ચોમાસાની ભીની મોસમમાં ઘેરબેઠાં બનાવો મોંમાં પાણી લાવી દે તેવી 5 મસાલેદાર વાનગીઓ

ચોમાસા (Monsoon)ની ઋતુમાં ઘેરબેઠાં બનાવો મકાઈના ભજિયાં, રવા ઢોસો, પાલક રોલ્સ, વેજ મંચુરિયન અને ફ્લાવર સદાબહાર જેવી ૫ સ્વાદિષ્ટ વાનગીઓ. જાણો બનાવવાની સરળ રીત.

Trending Food Lifestyle
Make 5 delicious dishes at home during the monsoon.

ચોમાસા (monsoon)ના આગમન સાથે જ ઘરમાં કંઈક ચટપટું અને ગરમાગરમ ખાવાની ઈચ્છા જાગી ઉઠે છે. વરસાદી વાતાવરણની મજા બેગણી કરવા માટે બહારથી ખાદ્યપદાર્થો મંગાવવાને બદલે તમે ઘરે જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. અહીં આવી જ 5 ખાસ રેસિપી રજૂ કરી છે:

ફ્લાવર સદાબહાર (નવા સ્વાદ સાથે)

1 મોટું ફ્લાવર, 1 કપ છીણેલું પનીર, 1 ડુંગળી અને 1 ટામેટું (સમારેલુ), 2 લીલાં મરચાં, 1 ચમચો કોથમીર, 1/2 કપ બાફેલા વટાણા, 1 કપ વ્હાઈટ સોસ, 1/2 કપ ટામેટાની પેસ્ટ, 10-12 કાજુ, 20-25 કિશમિશ, 2 ચમચા ચીઝ, મીઠું.

વ્હાઈટ સોસ માટે: 2 ચમચા મેંદો, 2 ચમચી માખણ,  1/2 કપ દૂધ, 1/2 કપ પાણી, 1/2 ચમચી મરી પાઉડર, મીઠું.

બનાવવાની રીત: વ્હાઈટ સોસ માખણમાં મેંદો હળવો શેકી દૂધ અને પાણી ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. બાદમાં મીઠું અને મરી પાઉડર ઉમેરો. ફ્લાવરના ડાળખાં કાઢી, વચ્ચેથી થોડો ગોળાકાર ભાગ ખાલી કરી મીઠાવાળા પાણીમાં બાફી લો.વ્હાઈટ સોસ અને ટામેટાની પેસ્ટ મિક્સ કરો. આ અડધા સોસમાં શાકભાજી, પનીર, ડ્રાયફ્રૂટ્સ વગેરે.ઉમેરી ફ્લાવરમાં ભરી દો.બેકિંગ ડિશમાં મૂકી, ઉપર બાકીનો સોસ અને ચીઝ ભભરાવી 200°C પર 15-20 મિનિટ બેક કરી ગરમાગરમ પીરસો.

હેલ્ધી પાલક રોલ્સ 

સામગ્રી: 2 કપ ઝીણી સમારેલી પાલક, 1 કપ બાફેલા મસળેલા બટાકા, 2 ચમચા ચણાનો લોટ, 1 ડુંગળી, 1 લીલું મરચું, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી રાઈ, 1 ચમચી તેલ, 7-8 આખા લીલાં મરચાં, 2 ચમચા છીણેલું નાળિયેર, મીઠું.

બનાવવાની રીત: પાલક, બટાકા, ચણાનો લોટ, ડુંગળી, મરચું, લસણ અને મીઠું એકસાથે મિક્સ કરી ઘટ્ટ લોટ જેવું બાંધી લો. આ મિશ્રણમાંથી મોટા રોલ્સ બનાવી પ્રેશર કૂકરમાં વરાળથી 15-20 મિનિટ બાફી લો. રોલ્સ ઠંડા થાય એટલે ગોળ ટુકડા કાપી લો. તેલમાં રાઈ અને લીલાં મરચાંનો વઘાર કરી રોલ્સ પર રેડો. ઉપરથી છીણેલું નાળિયેર ભભરાવી પીરસો.

 

PAAK

દેશી સ્ટાઈલ વેજ મંચુરિયન

સામગ્રી:  1 કપ ખાંડેલા વટાણા, 1 કપ છીણેલું ફ્લાવર, 1/2 કપ મગની દાળ, 1/2 કપ અડદની દાળ (બંને પલાળેલી), 2 ચમચા મેંદો, 1 કપ ટામેટાની પેસ્ટ, 2 ચમચા ટામેટા સોસ, 2 ચમચા સોયા સોસ, 1 ચમચી ચીલી સોસ, 1 મોટો ચમચો આદુ-લસણ-મરચાંની પેસ્ટ, 1 ચમચી મરી પાઉડર, મીઠું, તળવા માટે તેલ.

બનાવવાની રીત: પલાળેલી દાળને વાટી તેમાં વટાણા, ફ્લાવર અને મીઠું ઉમેરી નાના વડાં તળી લો.કડાઈમાં તેલ મૂકી આદુ-લસણ-મરચાંની પેસ્ટ સાંતળો. ટામેટાની પેસ્ટ અને 3 કપ પાણી ઉમેરી ઉકાળો.થોડા પાણીમાં મેંદો ઓગાળી ગ્રેવીમાં નાખો. ત્યારબાદ ટામેટા સોસ, સોયા સોસ, ચીલી સોસ અને મરી પાઉડર ઉમેરી વડાં નાખો. ધીમા તાપે વડાં મુલાયમ થાય ત્યાં સુધી ચઢવા દો.

 

MANCHURIYAN

 

કુરકુરા મકાઈના લોટના ભજિયાં

સામગ્રી: 1 કપ મકાઈનો લોટ, 2 ચમચા ચણાનો લોટ, 1/2 ચમચી અજમો, 2 ચમચા સમારેલી મેથી, 1 બટાકું અને 2 ડુંગળી (સમારેલાં), 2 લીલાં મરચાં, ચપટી લાલ મરચું, મીઠું, તેલ.

બનાવવાની રીત:બધી સામગ્રીમાં જરૂર મુજબ પાણી ઉમેરી ભજિયાં માટેનું ઘટ્ટ ખીરૂં તૈયાર કરો. ગરમ તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી ભજિયાં તળી લો. લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

 

BHAJIYA

 

 

પૌષ્ટિક રવાનો લીલો ઢોસો

સામગ્રી: 1 કપ રવો, 1 ચમચો મેંદો, 1 ચમચી ચણાનો લોટ, 2 ડુંગળી, 2 લીલાં મરચાં, 1/2 કપ ઝીણી સમારેલી પાલક, ચપટી લાલ મરચું, મીઠું.

નાળિયેરની ચટણી માટે: 1/2 કપ તાજું છીણેલું નાળિયેર, લીલાં મરચાં, દહીં અને મીઠું વાટીને ચટણી બનાવો.

DHOSO

 

બનાવવાની રીત: રવો, મેંદો, ચણાનો લોટ, મીઠું અને મરચું પાણી સાથે મિક્સ કરી ઘટ્ટ ખીરૂં બનાવી 1/2 કલાક ઢાંકી રાખો. ત્યારબાદ તેમાં પાલક, ડુંગળી અને મરચાં બરાબર મિક્સ કરો. નોનસ્ટિક તવા પર ખીરૂં પાથરી બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તાજી નાળિયેરની ચટણી સાથે પીરસો.


આ પણ વાંચો: ઈંડા નથી ખાતા? શરીરની પ્રોટીન-વિટામિનની ઉણપ દૂર કરશે આ 5 પૌષ્ટિક શાકાહારી સુપરફૂડ્સ

આ પણ વાંચો:ન્યુટ્રિશનથી ભરપૂર સુપરફૂડ ‘મખાના’; ડાયેટમાં સામેલ કરવા માટે આ 5 સ્વાદિષ્ટ અને હેલ્ધી રીતો નોંધી લો

આ પણ વાંચો:મેંગો મલાઈ રોલથી લઈને ક્રંચ સિમ્ફની સુધી, આ સીઝનમાં ટ્રાય કરો કેરીની આ 4 યુનિક મીઠાઈઓ