Food Recipe: જો તમારો ભાઈ વીગન છે તો ડાયેટમાં કેટલીક આસાનીથી બનતી વીગન સ્વીટ ડિશ (Vegan Sweet Recipes)ને સામેલ કરી શકો છો. ભાઈ બીજ (Bhai Beej 2026) પર તમે અમુક ખાસ સામગ્રીથી વીગન હલવો, બરફી અને લાડુ બનાવીને તમારા ભાઈને ખવડાવી શકો છો.
આજકાલ વીગન ડાયેટને ઘણી મોટી સંખ્યામાં લોકો ફૉલો કરી રહ્યાં છે. વીગન ડાયેટમાં દૂધ, માવો, પનીર અથવા કોઈ પણ પ્રકારે જાનવરો દ્વારા મળતા ભોજનનું સેવન કરવામાં નથી આવતું! આ સંજોગોમાં જો તમારો ભાઈ વીગન છે તો ડાયેટમાં કેટલીક આસાનીથી બનતી વીગન સ્વીટ ડિશને સામેલ કરી શકો છો. ભાઈ બીજ પર તમે અમુક ખાસ સામગ્રીથી વીગન હલવો, બરફી અને લાડુ બનાવીને તમારા ભાઈને ખવડાવી શકો છો. તો ચાલો જાણીએ વીગન મીઠાઈની રેસિપી સંક્ષિપ્તમાં…
ભાઈ બીજનું મહત્વ (Importance of Bhai Beej)
શાસ્ત્રો અનુસાર, જે બહેનો આ શુભ અવસર પર પોતાના ભાઈઓને ભોજન કરાવે છે એમને અખંડ સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ મળે છે. આ દિવસે બહેનોના ઘરે ભોજન કરવાથી ભાઈઓને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. આથી ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈઓ માટે પ્રેમથી ભોજન બનાવે છે અને એમને પોતાના હાથેથી ભોજન પીરસે છે.
ભાઈ બીજ (Bhai Beej) એ દિવાળી (Diwali 2026)ના પંચ દિવસીય તહેવારનો આખરી દિન ગણાય છે આ દિવસે દિવાળીના પંચોત્સવનું સમાપન ગણાય છે. આમ જોઇએ તો છેક દેવ દિવાળી (Dev Diwali) સુધી આ તહેવાર મનાવવામાં આવે છે. ઘણા લોકો દેવદિવાળી સુધી દીવા (Lamp) મૂકે છે, સૌ એક બીજાના ઘરે જાય છે અને આનંદ કરે છે. પરંતુ, રક્ષાબંધન (Rakshabandhan)ની જેમ જ ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેન (Brother-Sister Love)ના પવિત્ર પ્રેમનું પ્રતીક ગણાય છે.
હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે ભાઈ બીજ જેનાથી પંચ દિવસીય દિવાળી પર્વનું સમાપન થાય છે. સંસારમાં એક જ સંબંધ એવો છે જે એક સ્ત્રી અને એક પુરુષને એવા પાવન સંબંધથી જોડે છે જેની કોઇ તુલના જ ન થઇ શકે! કાર્તિક માસના શુક્લ પક્ષની બીજના દિવસે આ સંબંધ ઓર દ્રઢ થાય છે જ્યારે ભાઈ બીજ (Bhai Beej 2026) મનાવવામાં આવે છે.
વીગન સ્વીટ રેસિપી (Vegan Sweet Recipes)
ભાઈ બીજ પર તમે અમુક ખાસ સામગ્રીથી વીગન સ્વીટ ડિશ (Vegan Sweet Dish) જેમ કે હલવો, બરફી અને લાડુ બનાવીને તમારા ભાઈને ખવડાવી શકો છો.

1. બેસનના લાડુ (Besan Laddu)
વીગન લોકો માટે બેસનના લાડુ ઉત્તમ મીઠાઈ છે. તમે ઘીની જગ્યાએ કોપરેલ અથવા બદામના તેલનો ઉપયોગ કરીને આ લાડુ બનાવી શકો છો. બેસનના લાડુમાં ઘીના સ્થાને તમે કોઈ અન્ય ઓઇલ પણ યુઝ કરી શકો છો. સ્વાદ માટે ઈલાયચી, સૂકા મેવા અને નારિયેળના છીણનો ઉપયોગ કરી શકો છો.
2. ગાજરનો હલવો (Carrot Halwa)
ગાજરને કોપરેલમાં શેકીને ઓટ અથવા તો બદામના મલ્કમાં 25-30 મિનિટ સુધી પકાવી લેવો. ત્યાર બાદ નોર્મલ ગાજરના હલવાની રેસિપી ફૉલો કરો. એમાં ખાંડ, ઈલાયચી અને ડ્રાય ફ્રુટ્સ ઉમેરો. તમારો વીગન ગાજરનો હલવો તૈયાર થઈ જશે.

3. નારિયેળના લાડુ (Coconut Laddu)
નારિયેળના લાડુ વીગન લોકો માટે સ્વીટનો એક ઉત્તમ ઑપ્શન છે. આ માટે કોકોનટ મિલ્ક અને ખાંડને 5 મિનિટ ઉકાળવું પછી નારિયેળનું છીણ નાખીને 10-12 મિનિટ પકાવવું અને લાડુ વાળી લેવા. મીઠાશ તમારી પસંદ અનુસાર રાખી શકો છો.
4. ચોખાની ખીર (Rice Kheer)
ખીર કેવળ ગાય કે ભેંસના દૂધમાંથી જ નથી બનાવવામાં આવતી પરંતુ તમે ઈચ્છો તો આ ખીર બનાવવા માટે ચોખાને નારિયેળ અથવા કાજુના દૂધમાં પણ પકાવી શકો છો. એમાં મીઠાશ માટે ગોળ અથવા ખાંડ તમારી ઈચ્છાનુસાર નાખી શકો છો. ઠંડી-ઠંડી ખીરમાં ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને ભાઈને ખવડાવો.

5. મગની દાળનો હલવો (Moong Dal Halwa)
વીગન લોકો માટે આ મીઠાઈ એક સારો વિકલ્પ છે. એમાં મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. દાળને ડ્રાય શેકીને પીસી લેવી અને પછી એને નારિયેળના તેલ અથવા બદામના તેલમાં શેકવી. ત્યાર બાદ, ખાંડ ઉમેરીને આ હલવાને કેસર અને પિસ્તા બદામ ઉમેરીને ગાર્નિશ કરો.
6. ડ્રાય ફ્રુટ લાડુ (Dry Fruit Laddu)
વીગન લોકો માટે સ્વીટ બાઈટ માટે ડ્રાય ફ્રુટ લાડુ સારો ઑપ્શન છે. આ માટે કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, કિશમિશ, અંજીર આ તમામ સૂકા મેવાને રફ સમારી લેવો. હવે ખજૂરના બીજ કાઢીને પીસી લો અને આ ખજૂરના માવામાં સમારેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને લાડુ બનાવી લો.
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં મીઠાશ ઘોળો…ઘરે જ બનાવો હલવાઈ જેવા દાણેદાર મોતીચૂરના લાડુ!
આ પણ વાંચો: આ દિવાળીના દિવસે બજારની મીઠાઈને કહો અલવિદા…બનાવો હલવાઈ જેવી મગ દાળની બરફી..!
