Not Set/ ગર્ભવતી મહિલાના પેટમાં ગોળી મારી તેની હત્યા કરી નાખવા બદલ ૫ આરોપીને આજીવન કેદની સજા

અંજાર રાપર તાલુકાના માનગઢ ગામે આડાસંબંધના મુદ્દે કોલી સમાજના જ એક પરિવારે અન્ય પરિવાર પર કરેલાં ઘાતક હુમલા અને દેશી તમંચાથી ગર્ભવતી મહિલાના પેટમાં ગોળી મારી તેની હત્યા કરી નાખવાના 5 વર્ષ જૂના બનાવમાં અંજાર સેશન્સ કૉર્ટે 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મળતી વિગતો મુજબ , હિંસક હુમલાનો બનાવ ગત 10મી જૂન 2013નાં […]

Gujarat

અંજાર

રાપર તાલુકાના માનગઢ ગામે આડાસંબંધના મુદ્દે કોલી સમાજના જ એક પરિવારે અન્ય પરિવાર પર કરેલાં ઘાતક હુમલા અને દેશી તમંચાથી ગર્ભવતી મહિલાના પેટમાં ગોળી મારી તેની હત્યા કરી નાખવાના 5 વર્ષ જૂના બનાવમાં અંજાર સેશન્સ કૉર્ટે 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

મળતી વિગતો મુજબ , હિંસક હુમલાનો બનાવ ગત 10મી જૂન 2013નાં રોજ બન્યો હતો. માનગઢમાં રહેતાં બાબુભાઈ કોલીના પુત્ર પ્રવિણને માદેવા પોપટ કોલીની દીકરી સાથે આડાસંબંધ હોઈ બંને પરિવારો વચ્ચે અવારનવાર અણબનાવ બનતા હતા. દરમિયાન, બનાવના દિવસે માદેવા પોપટ કોલી, તેની પત્ની અને પિતરાઈ ભાઈઓ વગેરેએ ધારીયા, લાકડીઓ, લોખંડના પાઈપ, દેશી પિસ્તોલ વડે બાબુભાઈના ઘરે ધસી જઈ ઘાતક હુમલો કર્યો હતો.

આરોપીઓએ બાબુભાઈ, તેમના પુત્ર કાનજી, પ્રવિણ, ભાઈ જેમલ વગેરેના પાઈપ-ધોકાથી માર માર્યો હતો. હુમલા દરમિયાન ઘરે રહેલી પુત્રવધૂ ચકુબેન કે જે ગર્ભવતી હતી તેના પેટ પર હિરા બાબુ કોલી નામના આરોપીએ દેશી તમંચાથી ગોળી મારી હતી. ગોળીના લીધે ચકુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેના પેટમાં નવ માસનો ગર્ભ હતો. હિંસક હુમલા અંગે કાનજી બાબુ કોલીએ પાંચ આરોપીઓ વિરુધ્ધ હત્યા, ધિંગાણું, હિંસક હુમલો, આર્મ્સ એક્ટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.જે કેસમાં અંજારના પાંચમા અધિક સેશન્સ જજ ડી.એમ. પંચાલે 21 સાક્ષીઓ અને 29 દસ્તાવેજી પુરાવાના આધારે તમામ પાંચેય આરોપીને હત્યા કેસમાં દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

એટલું જ નહીં, વિવિધ કલમો તળે તેમને દોષી ઠેરવવા સાથે આર્થિક દંડ ફટકાર્યો છે. કૉર્ટે માદેવા પોપટ કોલી, દિવાળીબેન માદેવા કોલી, હિરા બાબુ કોલી, દેવા બાબુ કોલી અને રાયધણ રવા કોલીને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત પ્રત્યેકને વિવિધ કલમ હેઠળ 18-18 હજારનો દંડ ફટકાર્યો છે. હિરા કોલીને કૉર્ટે આર્મ્સ એક્ટની બે કલમ હેઠળ વધુ 10 હજારનો દંડ ફટકાર્યો છે. પાંચેય આરોપીને ફટકારેલાં દંડની રકમ કુલ એક લાખ થાય છે. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે હેતલકુમાર જીતેન્દ્ર સોનપાર અને મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશિષ પ્રફુલ્લચંદ્ર પંડ્યા રહ્યા હતા