Ahmedabad Double Decker Bus/ અમદાવાદમાં ત્રણ દાયકા બાદ ફરીથી દોડશે ડબલ ડેકર બસ

કહેવત છે કે દળીદળીને ઢાંકણીમાં તે અમદાવાદના મ્યુનિસિપાલિટીના સત્તાધીશોને શબ્દશઃ લાગુ પડે છે. અમદાવાદમાં ત્રણ દાયકા પહેલા ડબલ ડેકર બસો ચાલતી હતી અને તે લોકપ્રિય પણ હતી અને તેનો ટ્રાફિક પણ સારો મળતો હતો.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ કહેવત છે કે દળીદળીને ઢાંકણીમાં તે અમદાવાદના મ્યુનિસિપાલિટીના સત્તાધીશોને શબ્દશઃ લાગુ પડે છે. અમદાવાદમાં ત્રણ દાયકા પહેલા ડબલ ડેકર બસો ચાલતી હતી અને તે લોકપ્રિય પણ હતી અને તેનો ટ્રાફિક પણ સારો મળતો હતો. હવે આ જ બસોને 90ના દાયકામાં મ્યુનિસિપાલિટીના સત્તાધીશોએ બંધ કરી દીધી. તેના પછી બીઆરટીએસ કોરિડોર ચાલુ કર્યો. આમ એએમટીએસ અને બીઆરટીએસને જ એકબીજાના હરીફ બનાવી દીધા. હવે ત્રણ દાયકાના સમયબાદ ફરીથી ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે.

આશ્ચર્યની વાત તો એ હતી કે હવે જે ડબલ ડેકર તે સમયે ઓછા ટ્રાફિકનું કારણ આપીને બંધ કરવામાં આવી હતી, તે જ બસને હવે આ જ કારણસર ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. કહેવત છે ને કોના બાપની દીવાળી. હવે તે જ સમયે ચાલતી ડબલ ડેકર બસને સુવ્યવસ્થિત રીતે ચલાવી હોત તો પછી બીઆરટીએસ કોરિડોરની જરૂર જ ક્યાં હતી. અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરને સફળ બનાવવા જેટલા હવાતિયા મારવામાં આવ્યા તેની દસ ટકા મહેનત પણ જો ડબલ ડેકર બસ માટે કરવામાં આવી હોત તો આજે ટ્રાફિકનો પ્રશ્ન આટલો સળગતો બની ગયો ન હતો. લોકોએ પોતાના વાહનોની આટલા મોટાપાયા પર ખરીદી કરી ન હોત.

મ્યુનિસપલ કમિશ્નર દ્વારા ડબલ ડેકર બસને લીલી ઝંડી આપવામાં આવી છે. અંદાજે છ કરોડના ખર્ચે ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સીસીટીવી અને ફાયર સાધનોથી સજ્જ છે. ડબલ ડેકર બસ હોવાથી તે સ્વાભાવિક રીતે અંડરબ્રિજ અને જ્યાં ઓવરબ્રિજની નીચેથી પસાર થવાનું છે ત્યાં નહીં ચાલે. આગામી સમયમાં અન્ય છ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસો પણ શરૂ કરવામાં આવશે. એક જ ડબલ ડેકર બસમાં 60 જણા બેસી શકશે. (ઊભા કેટલા રહી શકશે તે જણાવાયું નથી) પ્રથમ રૂટમાં વાસણાથી લઈને આરટીઓ સુધી તેને દોડાવવામાં આવશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ