Ahmedabad/ પોલીસને સ્પર્શતા બે લાંચકાંડ : નાના માછલાંને છાંટા ઉડ્યા, મોટા માથા બચી ગયા?

અમદાવાદમાં બે પોલીસ કોન્સ્ટેબલ હાલ પોલીસ બેડા માટે ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસે 7મી ઓક્ટોબરે એસ.જી હાઇવે પર કોલ સેન્ટર ડેટા સાથે પકડેલા બે

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

અમદાવાદમાં બે પોલીસ કોન્સ્ટેબલ હાલ પોલીસ બેડા માટે ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસે 7મી ઓક્ટોબરે એસ.જી હાઇવે પર કોલ સેન્ટર ડેટા સાથે પકડેલા બે યુવાનો પાસેથી 65 લાખ રૂ. નો તોડકાંડમાં પોલીસ કમિશનરે પીઆઇ વાય.બી જાડેજા સહિત 7 પોલીસકર્મીઓને સસપેન્ડ કર્યા હતા. આ મામલામાં પોલીસ અધિકારીઓનાં “યશ” લેવાવાળા કોન્સ્ટેબલ વહીવટદારે આંગડિયા મારફતે આ રકમ લીધી હોવાની ચર્ચા છે.

અધધધ 65 લાખ રૂ. નાં  તોડકાંડમાં મોટા અધિકારીઓની સંડોવણી હતી કે કેમ તે દિશામાં આજદિન સુધી કોઈ તપાસ કરાઈ નથી. શું 5 કોન્સ્ટેબલ સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને પોલીસ વિભાગે ઉચ્ચ અધિકારીઓ પર ઉડતા છાંટા અટકાવી દિધા છે તે સવાલ પોલીસબેડામાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદનાં બીજા તોડકાંડની વાત કરીયે તો, નવા વર્ષમાં જ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ અમદાવાદ રેન્જનાં આર.આર સેલનાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશ રાઓલને 50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. ખંભાતમાંથી આર.આર સેલ એ સબસીડીનું ભેળસેળયુક્ત ખાતર ખેડુતોને પધરાવવાનાં કાંડનાં ભાગરૂપે કારખાનું ઝડપ્યુ હતુ. આ કેસમાં ફરિયાદીનાં પિતાને આરોપી નહિ દર્શાવવા 60 લાખની લાંચ પ્રકાશ રાઓલે માંગી હતી. જેમાં 50 લાખ રકમ લેવાનું અંતે નક્કી કરાયુ.

ખાતર કૌભાંડના આરોપીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ત્રણ જિલ્લાની ટીમે ભેગી થઈને હેડ કોન્સ્ટેબલ પ્રકાશ રાઓલને આણંદની હોટલમાથી ઝડપી પાડ્યો હતો..આ કેસમાં પણ પોલીસે માત્ર કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરીને હાશકારો અનુભવ્યો છે પરંતુ આટલી મોટી રકમનો તોડ એક કોન્સ્ટેબલ પોલીસ અધિકારીની જાણ વિનાં કરી શકે ખરા તે સવાલ ઉભો થયો છે.. પોલીસ બેડા દ્વારા કરાતો કોઈ પણ તોડનો હિસ્સો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી જ જતો હોય છે ત્યારે આર.આર સેલનાં હેડ કોન્સ્ટેબલની પાછળ કયા ઉચ્ચ અધિકારીઓ છે તે સવાલ હાલ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યો છે.

પોલીસ બેડામાં આ બન્ને કોન્સ્ટેબલ દ્વારા કરાયેલા તોડકાંડમાં એક પણ IPS અધિકારી કે ઉચ્ચ અધિકારીઓનાં નામ નથી ખુલ્યા.. ત્યારે શું આટલી મોટી રકમનાં કેસ થતા ઉચ્ચ અધિકારીઓ પર છાંટા નહી ઉડે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…