Dharma & Bhakti/ હનુમાન જયંતિના પાવન પર્વ પર મંગળ રચશે દુર્લભ સંયોગ…આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોની સ્થિતિ બદલાવાથી જીવનમાં મોટા પરિવર્તનો થાય છે. આ વર્ષે હનુમાન જયંતિએ મંગળ ગોચર (Mangal Gochar 2026) સર્જાશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Mangal Gochar 2026, હનુમાન જયંતિ, 2 એપ્રિલ 2026, મંગળ ગ્રહ, જ્યોતિષ શાસ્ત્ર

Dharm & Bhakti: હનુમાન જયંતિના પાવન પર્વ પર 2 એપ્રિલના રોજ એક વિશેષ યોગ રચાવા જઇ રહ્યો છે. આ જ દિવસે મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે… આનાથી મંગળ ગોચર (Mangal Gochar 2026) સર્જાશે…

હનુમાન જયંતિએ મંગળ ગોચર (Mangal Gochar 2026)નું સર્જન

વર્ષ 2026ની 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિનો તહેવાર (Hanuman Jayanti, 2 April 2026) મનાવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, ગ્રહોની સ્થિતિ બદલાવાથી જીવનમાં પણ મોટા પરિવર્તનો થતા જોવા મળે છે. આ વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમા અર્થાત્ હનુમાન જયંતિના પાવન પર્વ પર એક વિશેષ યોગ રચાવા જઇ રહ્યો છે. આ જ દિવસે મંગળ ગ્રહ (Mangal Grah) મીન રાશિમાં પ્રવેશ કરશે… આનાથી મંગળ ગોચર (Mangal Gochar 2026) સર્જાશે…આ રાશિમાં અગાઉથી જ શનિદેવ હાજર છે, આ સંજોગોમાં બંને ગ્રહોનું એક સાથે હોવું કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સંકેતો દર્શાવી રહ્યું છે!

એવી માન્યતા છે કે, સંયોગથી હનુમાનજીની કૃપા પણ વિશેષ રુપે પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ પરિવર્તન સૌથી વધુ લાભ વૃષભ, મિથુન, સિંહ અને તુલા રાશિ વાળા જાતકોને પ્રાપ્ત થશે. એમના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ થઇ શકે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તનો પણ આવવાની પ્રબળ સંભાવના છે.

Mangal Gochar 2026, હનુમાન જયંતિ, 2 એપ્રિલ 2026, મંગળ ગ્રહ, જ્યોતિષ શાસ્ત્ર

વૃષભ રાશિ

વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકો માટે આ સમય નવી શરુઆતના સંકેતોનો દ્યોતક છે. કેરિયરમાં આગેકૂચ કરવાની સારા અવસરો મળશે અને રોકાયેલા કાર્યો પણ પૂર્ણ થવા લાગશે. જો તમે નોકરી બદલવાનું અથવા તો નવું કામ શરુ કરવાનું વિચારી રહ્યાં હો તો આ સમય અત્યંત અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અચાનક ધનલાભ પણ થઇ શકે છે. કુટુંબનો સહયોગ મળશે અને તમારા કામની પ્રશંસા પણ વધશે, જેથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

Mangal Gochar 2026, હનુમાન જયંતિ, 2 એપ્રિલ 2026, મંગળ ગ્રહ, જ્યોતિષ શાસ્ત્ર

મિથુન રાશિ

મિથુન રાશિ (Mithun Rashi)ના જાતકો માટે આ સમય સન્માન અને પ્રગતિ લઇને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે અને તમારા બૉસ કે સિનિયર્સનો તમને સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન અથવા તો કોઈ નવી જવાબદારી મળી શકે છે. વેપાર કરનારાને પણ લાભના ઉત્તમ યોગ રચાવા જઇ રહ્યાં છે. મન પહેલા કરતા વધુ શાંત અને સંતુલિત રહેશે, જેથી તમે યોગ્ય નિર્ણયો લઇ શકશો. સંબંધોમાં સુધારો પણ જોવા મળશે.

Mangal Gochar 2026, હનુમાન જયંતિ, 2 એપ્રિલ 2026, મંગળ ગ્રહ, જ્યોતિષ શાસ્ત્ર

સિંહ રાશિ

સિંહ રાશિ (Sinh Rashi)ના જાતકો માટે આ સમય રાહતભર્યો સાબિત થઇ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે-ધીમે ખતમ થશે. જમીન અથવા રોકાણ સંબંધી કોઇ સારા સમાચાર તમને પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને ખર્ચ પર પણ નિયંત્રણ આવશે. સ્વાસ્થ્ય અગાઉથી બહેતર બનશે અને તમે સ્વયંને વધારે ઊર્જાવાન મહેસૂસ કરશોય કુટુંબ સાથે સમય વિતાવવાનો અવસર મળશે જેથી મન પ્રસન્ન રહેશે.

Mangal Gochar 2026, હનુમાન જયંતિ, 2 એપ્રિલ 2026, મંગળ ગ્રહ, જ્યોતિષ શાસ્ત્ર

તુલા રાશિ

તુલા રાશિ (Tula Rashi)ના લોકો માટે આ પરિવર્તન કેટલાય ક્ષેત્રોમાં લાભ પ્રદાન કરશે. આ જાતકોના જૂના વિવાદોનો અંત આવી શકે છે અને કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં રાહત મળી શકે છે. તમારા વિરોધીઓ નબળા થશે અને તમારા કાર્યોમાં અડચણો આવવાનું પણ ઓછું થશે. કેરિયરમાં નવીન સંભાવાઓ રચાશે અને મહેનતનું ઉત્તમ ફળ મળશે. પરિવારમાં ખુશીઓની માત્રામાં વધારો થશે અને સંબંધોમાં માધુર્ય આવશે. આ જાતકોના જીવનમાં સંતુલન જળવાઇ રહેશે અને માનસિક શાંતિ પણ મહેસૂસ થશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: અખંડ જ્યોતિનું રહસ્ય…આ શક્તિપીઠમાં વાટ વિના પણ જ્યોત સદીઓથી પ્રજ્વલિત છે..!

આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…

આ પણ વાંચો: