પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ બે હજુ પણ ફરાર છે. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખૂબ જ વાહિયાત નિવેદન આપ્યું છે.
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર શુક્રવારે રાત્રે સામૂહિક બળાત્કાર થયો હતો. ઓડિશાના જલેશ્વરની રહેવાસી પીડિતા દુર્ગાપુરના શોભાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી મેડિકલ કોલેજમાં એમબીબીએસ ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી. દુર્ગાપુર ગેંગરેપ કેસમાં ત્રણેય આરોપીઓને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
છોકરીઓને રાત્રે બહાર જવા ન દેવું જોઇએ
મમતા બેનર્જીએ કહ્યું છે કે છોકરીઓને રાત્રે બહાર જવાની મંજૂરી ન આપવી જોઈએ. આગળ તેમણે કહ્યું આ મામલામાં તેમની સરકારને ઘસડવી એ અન્યાયી છે, કારણ કે મેડિકલ કોલેજ છોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી ધરાવે છે. તેમણે કહ્યું, “આ એક ખાનગી કોલેજ છે. ત્રણ અઠવાડિયા પહેલા ઓડિશાના એક બીચ પર ત્રણ છોકરીઓ પર બળાત્કાર થયો હતો. ઓડિશા સરકાર શું કાર્યવાહી કરી રહી છે?
વધુમાં કહ્યું આ છોકરી એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે રાત્રે 12:30 વાગ્યે કેવી રીતે બહાર નીકળી ગઈ? જ્યાં સુધી મને ખબર છે, આ ઘટના જંગલવાળા વિસ્તારમાં બની હતી. મને ખબર નથી કે ત્યાં શું થયું. કોલેજે છોકરીઓની સુરક્ષા માટે સતર્ક રહેવું જોઈએ અને તેઓએ રાત્રે બહાર ન નીકળવું જોઈએ. આ વિસ્તાર જંગલની નજીક છે. પોલીસ બધાની પૂછપરછ કરી રહી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. ગુનેગારોને કડક સજા કરવામાં આવશે.”
આ પણ વાંચો: Kolkatta News/કોલકાતામાં લો સ્ટુડન્ટ પર ગેંગરેપ, ત્રણની ધરપકડ
