Gandhinagar News: સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને પગલે રાજ્ય સરકારે સતર્કતા વધારી છે. આજે સવારે 10 વાગ્યે મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)ની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ, આ બેઠકમાં ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાની વરસાદી સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ભારે વરસાદને લઈ મંત્રી જીતુ વાઘાણીએ યોજી સમીક્ષા બેઠક | Review meeting

બેઠકમાં ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. ઉપરાંત ત્રણેય જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે બેઠકમાં જોડાયા હતા.
મંત્રી જીતુ વાઘાણીએ ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, નદી-નાળામાં પાણીના પ્રવાહ અને ડેમોમાં થઈ રહેલી પાણીની આવક અંગે લાઈવ માહિતી મેળવી પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી હતી.આ બેઠકમાં મંત્રી વાઘાણીએ ત્રણેય જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિ, વહીવટી તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત ભારે વરસાદને કારણે વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, રસ્તાઓ બંધ થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત કંટ્રોલ રૂમની કામગીરીની પણ સમીક્ષા કરી અને સરકાર દ્વારા જરૂરી હોય ત્યાં તાત્કાલિક પગલાં લેવા માટે સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજ્ય રસકાર દ્વારા આ બેઠકનો હેતુ વરસાદી પરિસ્થિતિમાં જનજીવનને ઓછામાં ઓછી અસર થાય અને કોઈપણ પ્રકારની આપત્તિની સ્થિતિમાં ત્વરિત રાહત કામગીરી શરૂ કરી શકાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
આ પણ વાંચો:વિકાસકાર્યોમાં વિલંબને ટાળવા માટે નવી SOP બનાવવા મુખ્યમંત્રીનો આદેશ: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
આ પણ વાંચો:કૃષિ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલશે : કૃષિ મંત્રી જીતુ વાઘાણી
આ પણ વાંચો:દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત, જીતુ વાઘાણીની મધ્યસ્થીથી સમાધાન,15,000 પશુપાલકોને રાહત
