કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પી એલ પુનીયા દ્વારા PM મોદી પર જોરશોરથી આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. પુનીયાના પ્રહારની તિવ્રતા તે વાત પરથી જ અનુભવાય છે કે, તેમણે PM મોદીની સરખામણી નથુરામ ગોડસે સાથે કરી દીધી છે. અને માર્મીક રીતે તેવુ પણ સાબિત કરવાની કોશિશ કરી કે કોઇ વ્યક્તિ કે વસ્તુને ખતમ કરતા પહેલા લોકો તેને પગે લાગે છે.
પી એલ પુનીયએ પોતાનો આ તર્ક સાબિત કરવા માટે PM મોદીની સરખામણી નથુરામ ગોડસે સાથે કરી હતી. પુનીયાએ કહ્યું કે, જેવી રાતે ગોળી મારતા પહેલા નથુરામ ગોડસેએ ગાંધીજીને માથુ નમાવી પગે લાગ્યા હતા, તે જ રીતે PM મોદી પણ 2014 અને 2019માં સંસદ અને સંવિધાનને પગે લાગ્યા હતા અને નથુરામ ગોડસેની જેમ જ તે સંસદ(સંસદીય પ્રણાલી) અને સંવિધાનને ખતમ કરી રહ્યા છે.
#WATCH PL Punia, Congress: PM jab 2019 mein aaye theyy toh sanvidhan ke upar matthha teka tha, 2014 mein jab Parliament mein pehli baar aaye theyy toh uski seedhi ke upar matthha teka tha…Nathuram Godse ne bhi pehle Gandhi ji ke paer chhuye theyy aur uske baad goli maari thi… pic.twitter.com/jyzYl7KVEp
— ANI (@ANI) February 13, 2020
પી.એલ. પુનિયા દ્વારા પોતાનાં આ વિધાન વિશે વાત કરતા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં ભાજપ-આરએસએસની વિચારધારા વર્ણવી છે. વડા પ્રધાન અને સરકાર બંધારણ પર હુમલો કરી રહ્યા છે. બંધારણનો મુસદ્દો સ્વાતંત્ર્ય સેનાનીઓએ તૈયાર કર્યો હતો. પરંતુ આ એવા લોકો છે કે, જેમણે બંધારણની નકલો બાળી નાખી હતી, આજે તેઓ બંધારણ પર માથુ ઝૂકાવી રહ્યા છે. જેવી રીતે ગોડસેએ પહેલા ગાંધીજીના પગને સ્પર્શ કર્યો હતો અને ત્યારબાદ તેમને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ નાટક દરેક જાણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
