ભાવનગર શહેરમાં આવેલા ડૉ.આંબેડકર હોલ ખાતે ભાવનગર જિલ્લા કક્ષાએ મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ મહિલા શિબિરનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સરકાર દ્વારા મહિલાઓને અપાતી વિવિધ સહાય અને કાયદાકીય માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપપ્રાગટય સાથે કરવામાં આવી હતી. વર્તમાન સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો સહિત ગુજરાત રાજ્ય મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા અંગે વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારે મહિલાઓને આ તમામ કાયદાઓ અને સહાયની માહિતી આપવા માર્ગદર્શિકા પ્રસ્તુત કરતું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. કાયદાકીય મહિલા જાગૃતિ શિબિરમાં જુદાજુદા ક્ષેત્રે અગ્રીમ મહિલા અને આગેવાનો દ્વારા મહિલાઓને કાયદાકીય માહિતી પુરી પાડવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા પંચાયત અને રાજ્ય મહિલા અયોગ દ્વારા આયોજિત કાયદાકીય જાગૃતિ મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય મહિલા અયોગનાં અધ્યક્ષ લીલાબેન અંકોળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગરનાં મહિલા સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ વકતુંબેન, જિલ્લા વિકાસ અધિકારી વરુણ બર્નવાલ સહિતનાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
