દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ દરમિયાન એવો કોઈ દિવસ નથી આવ્યો જ્યારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યો ન હોય. તે સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. શુક્રવારે પણ તેમણે એક ટ્વિટ કર્યું હતું પરંતુ આ વખતે તેમણે ઈશારામાં કટાક્ષ કર્યો છે.
રાજકારણ / ભાજપ એક ડૂબતુ જહાજ, અમે સવાર થવાના નથીઃ ઓમ પ્રકાશ રાજભર
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે – સત્યથી, સવાલોથી, કાર્ટૂનથી- તે તમામથી ડરે છે. તેમના આ ટ્વીટ બાદ લોકો સમજી રહ્યા છે કે આ કટાક્ષ કોના પર કરવામાં આવ્યો છે. તેમા કોઇ જ શંકા નથી કે, આ કટાક્ષ PM મોદી પર કરવામાં આવ્યો છે. કેટલાક એમ પણ કહે છે કે તેમનું ટ્વીટ હાલમાં જ કોંગ્રેસ પાર્ટીને છોડી ચુકેલા જિતિન પ્રસાદને લઇને છે. પેટ્રોલ અને ડીઝલનાં વધેલા ભાવો માટે કોંગ્રેસ આજે દેશવ્યાપી વિરોધ કરી રહી છે. લખનઉમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાને લઇને વિરોધ પ્રદર્શન પહેલા યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના સિવાય કોંગ્રેસનાં અનેક નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા હોવાના સમાચાર છે. ઘરોની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
सच से
सवालों से
कार्टून से-वह सब से डरता है।
— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2021
આખરી દાવ / ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીનો આખરી દાવ, પ્રત્યાર્પણ થી બચવા માટે બ્રિટન પાસે માગી મદદ
વળી તેના એક દિવસ પહેલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષે કોવિડ-19 રસીકરણ માટે એકમાત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, જેમની પાસે ઇન્ટરનેટ સુવિધા નથી, તેઓને પણ રસી મળવી જોઈએ. તેમણે ટ્વીટ કર્યું હતું કે રસી માટે ફક્ત ઓનલાઇન નોંધણી પૂરતું નથી. દરેક જે રસીકરણ કેન્દ્ર પર પહોંચે છે તેને રસી મળવી જોઈએ. જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેમની પાસે ઇન્ટરનેટ સુવિધા નથી.

