વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યોગ્ય ન્યાયિક તપાસની માંગ સાથે કરણીસેનાએ ચક્કાજામ કર્યો હતો.
મહત્વનું છે કે, રાજકોટનાં ક્રાઈમ બ્રાંચનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાએ આપઘાત કર્યો હતો. અજયસિંહનાં મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં તેમણે નોકરી ન કરી શકતાનો ઉલ્લેખ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કરણી સેના દ્વારા ગ્રિનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવાયો હતો. વડોદરાનાં પીએસઆઈએ કરેલ આપધાત મામલે કરણી સેના દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. પોતાની માંગ સાથે સાથે અનેક મોટી સંખ્યામાં કરણી સેનાનાં કાર્યકર્તાઓએ જાહેર માર્ગ પર ઉતરી આવ્યાં.
જેથી રસ્તા પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ટ્રાફિક જામને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો પણ લાગી ગઇ હતી. જો કે પોલિસે સમયસર પહોંચીને રસ્તા પરની વ્યવસ્થા દુરસ્ત કરી નાખી હતી. જો કે હવે જોવાનું એ રહ્યું કે પીએસઆઇનાં સ્યુસાઇડ મુદ્દે હવે યોગ્ય તપાસ કરવામાં આવે છે કે નહીં.
