Mahesana News : મહેસાણાના વિસનગરમાં જૂથ અથડામણ થતા પરસ્થિતી ગંભીર બની હતી. જૂથ અથડામણના આ બનાવ બાદ સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હતો. આ જૂથ અથડામણમાં બન્ને જૂથો દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ નોંધાવ્યા બાદ પણ ભડકાઉ મેસેજો વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં શાંતિનો ભંગ થાય તેવા મેસેજ અને વોઈસ રેકોર્ડિંગ ફરતા થયા હતા. આ ભડકાઉ મેસેજો અજાણ્યા મોબાઈલ નંબર પરથી વાયરલ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. મેસેજો પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે ફરિયાદ નોંધી હતી.હાલમાં પોલીસે અજાણ્યા નંબર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વીસનગર તાલુકા પોલીસે જાતે ફરિયાદ નોંધીને તપાસ આદરી છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર
આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ
આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’
