Jamnagar News: ગુજરાતના જામનગર નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. અહીં GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) વિસ્તારમાં એક 35 વર્ષના નરાધમે માત્ર 5 વર્ષની નિર્દોષ માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે કાર્યવાહી કરી હતી અને નરાધમને જેલના સળીયા પાછળ ધકેલી દિધો હતો.
બળાત્કાર (Rape)કરનાર આરોપીને પોલીસે કરી ધરપકડ
નરાધમે માત્ર 5 વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર (Rape)
મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર બાળકી જામનગર GIDC વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની છે. શ્રમિક પરિવારની લાચારી અને બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવીને 35 વર્ષના આધેડ વયના શખ્સે આ જઘન્ય ગુનાને અંજામ આપ્યો હતો.
માતાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં: નરાધમ જેલહવાલે
આ શર્મજનક ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીની માતાએ હિંમત દાખવીને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. માસૂમ બાળકી પર થયેલા અત્યાચારની ગંભીરતાને જોતાં જામનગર પોલીસ (JamnagarPolice)તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજીને તુરંત જ એક્શન લીધા હતા અને આરોપીની અટકાયત કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આરોપીને કડક સજા થાય તે માટે પોલીસે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી
કાનૂની પુરાવાઓ મજબૂત કરવા માટે પોલીસ દ્વારા પીડિત બાળકીની મેડિકલ ચકાસણી (Medical Examination) કરાવવામાં આવી છે. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળની તપાસ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.
આ પણ વાંચો: ગુજરાતમાં 8 નવી GIDCની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આ પણ વાંચો: માસૂમ પર બળાત્કાર અને હત્યાના કેસમાં માત્ર 65 દિવસમાં ટ્રાયલ પૂર્ણ, નરાધમને ફાંસીની સજા
