Amreli News/ અમરેલીમાં સતત શોધખોળ બાદ દીપડો પાંજરે પૂરાયો

અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ત્રાસ હતો…..

Gujarat

Amreli News: અમરેલીમાં માનવભક્ષી દીપડો આખરે ઝડપાયો છે. બાબાપુર ગામ નજીક કિશોરને ફાડી ખાધો હતો. લોકો દીપડાની અવરજવરથી ભયભીત થઈ ગયા હતા. વનવિભાગ દ્વારા 24 કલાકથી શોધખોળ ચાલુ હતી, અંતે દીપડો પાંજરે પૂરાતા સફળતા મળી હતી.

અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ત્રાસ હતો. અમરેલી જીલ્લામાં બાબાપુર ગામ નજીક દીપડાએ કિશોરને ફાડી કાધો હતો. દીપડાના સતત આંટાફેરા થવાથી બાળકોમાં પણ ભય ફેલાયો હતો. વનવિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા. આખરે 24 કલાકની સતત શોધખોળ બાદ  દીપડો વનવિભાગના હાથે ઝડપાયો હતો. દીપડાને પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે.

તિલકવાડાના તાલુકાના કામસોલી ગામે ખેતરમાં કામ કરી રહેલી મહિ‌લા તેમજ એક કિશોર ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડો આખરે તે ખેતરમાં જ મુકેલા પાંજરામાં ઝડપાઈ જતાં ગામલોકો તેમજ વનખાતાના અધિકારીઓએ રાહતની લાગણી અનુભવી હતી. કામસોલી ગામે રહેતી જયોત્સના પ્રવિણ તડવી અને તેની સાસુ કામસોલી ગામના જંગલ વિસ્તારનાં કપાસ વિણવા વહેલી સવારે ગયા હતાં. દરમિયાન જંગલમાંથી એકાએક ધસી આવેલા દીપડાએ હુમલો કરી જયોત્સનાને ગળેથી દબોચી લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવસારીમાં ભારે વરસાદ, નદીઓમાં આવ્યું ઘોડાપૂર

આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી