Navsari News: પૂરની પરિસ્થિતિને લઈ શૈક્ષણિક સંસ્થાઓમાં નવસારી ડીડીઓએ રજા જાહેર કરવામાં આવી છે. ગણદેવી, ચીખલી, ખેરગામની તમામ શાળાઓમાં રજા આપી છે. નવસારીના વાંસદામાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વાંગણ ગામે આંકડામાં પ્રવાસીઓનું રેસ્કયુ કરાયું છે.
નવસારીમાં મોડી રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે.
નવસારી જિલ્લામાં હાલ પડી રહેલ વરસાદ અને નદીઓની લેવલ માં થયેલ વધારો ધ્યાનમાં રાખતા, જિલ્લાના ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાના તમામ શાળા, આંગણવાડી, ITI અને કૉલેજ આજ ૫/૮/૨૦૨૪ ના રોજ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. અન્ય તાલુકામાં રાબેતા મુજબ ચાલુ રહેશે.@InfoNavsariGoG
— Collector & DM Navsari (@CollectorNav) August 4, 2024
નવસારીની અંબિકા, કાવેરી, પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બીલીમોરાના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં છે. વાડીયા શિપયાર્ડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરવામાં આવ્યા છે. અનેક લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. અંબિકા નદીના જળસ્તરોમાં સતત વધારો થયો છે.
નવસારીના ગણદેવીમાં મહિલાનું રેસ્ક્યુ કરાયુ છે. દેસરા ભાઠા ફળિયાથી એક મહિલાને બચાવવામાં આવી હતી. બીલીમોરા ફાયરની ટીમ દ્વારા રેસ્કયું કરાયું છે. મહિલાને ગભરાટ થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. પૂરના પાણીમાંથી મહિલાને રેસ્કયું કરી બહાર કઢાઈ છે.
પૂરની પરિસ્થિતિને લઈ શૈક્ષણિક સંસ્થાઓમાં નવસારી ડીડીઓએ રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટરે વહેલી સવારે ટ્વીટ કરીને માહિતી આપી છે. નવસારીના વાંસદામાં પોલીસે વાંગણ ગામે આંકડામાં પ્રવાસીઓનું રેસ્કયુ કરાયું છે. ધોધની મજા માણવા ગયેલા પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નદીઓમાં વધેલા પાણીને લઈ પ્રવાસીઓ ફસાયા હતા. વાંસદા પોલીસની ટીમે દોરડું બાંધી રેસ્કયુ કરવામાં આવ્યું છે.
નવસારીમાં અત્યારે જનજીવન ખોરવાયું છે. વખારીયા બંદર રોડ પર પાણી ભરાયા છે. તેમજ ભૂલકા ભવન સોસાયટીમાં પાણી ભરાયા છે. જેમાં તંત્ર દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંબિકા અને કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ આવ્યો છે.
નવસારીના ખેરગામમાં 9 ઇંચ વરસાદ, ધરમપુરમાં 7.5 ઇંચ, વલસાડમાં 7.5 ઇંચ, આહવામાં 6.5 ઇંચ, કપરાડામાં 6.5 ઇંચ, ચીખલી અને વાંસદામાં 6-6 ઇંચ વરસાદ, વઘઇમાં 6 ઇંચ, પારડીમાં 5.5 ઇંચ વરસાદ તથા વાપીમાં 4.5 ઇંચ, સુબિરમાં 4.5 ઇંચ વરસાદ તેમજ ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કાશ્મીરનગરમાં પાણી ભરાયા છે. કાશ્મીરનગર વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા છે. કાશ્મીરનગરના લોકોએ સેલ્ટર હોમમાં આશરો લીધો છે. ઔરંગા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો થયો છે. તેમજ ઔરંગા નદીની સપાટી ઘટીને 4.9 મીટરે પહોંચી છે.
આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ
આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ
આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી
આ પણ વાંચો:પેરિસમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ ખેલાડીઓ