Not Set/ ‘બોલશે ગુજરાત’/ નીલસિટી રિસોર્ટ ખાતે વીજબિલ અને ખાનગી શાળાઓમાં ફી માફીના મુદ્દે કોંગ્રેસના ધરણા

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને પક્ષ પલટો કરતા અટકાવવા અને કોંગ્રેસ ની ડૂબતી નૈયાને બચાવવાના ચૂંટણી સુધી તમામ ધારાસભ્યોને ઝોન પ્રમાણે અલગ અલગ રિસોર્ટમાં રાખ્યા હોવાનું જાણવા મયું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં છે. ત્યારે આ મામલો હવે ગરમાઈ રહ્યો છે. આજે નીલ સિટી રિસોર્ટમાં ધારાસભ્યોને એકત્ર […]

Gujarat Rajkot

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને પક્ષ પલટો કરતા અટકાવવા અને કોંગ્રેસ ની ડૂબતી નૈયાને બચાવવાના ચૂંટણી સુધી તમામ ધારાસભ્યોને ઝોન પ્રમાણે અલગ અલગ રિસોર્ટમાં રાખ્યા હોવાનું જાણવા મયું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં છે.

ત્યારે આ મામલો હવે ગરમાઈ રહ્યો છે. આજે નીલ સિટી રિસોર્ટમાં ધારાસભ્યોને એકત્ર કરવા મામલે રિસોર્ટના માલિક, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મેનેજર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. તેવામાં રિસોર્ટ ખાતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેસી ગયા છે.

વિપક્ષનેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓ એ ‘બોલશે ગુજરાત’ કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણા કર્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર પર કોરોના મામલે આક્ષેપો કર્યા હતા અને સાથે જ વીજ બીલ, વેરા માફી અને ખાનગી સ્કુલો જે ફી વસુલે છે તે માફ કરી લોકોને આર્થિક રાહત આપવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી અત્યાર સુધમાં કુલ 8 કોંગી ધારાસભ્યો જુદાજુદા કારણો  આપી ને કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુક્યા છે.

કોંગ્રેસે ઉમેટાના ફાર્મહાઉસમાં મધ્ય ગુજરાતના પોતાના ધારાસભ્યો રાખ્યા છે. જ્યારે રાજકોટના નિલસીટી રિસોર્ટમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં ઉ.ગુજરાતના MLAને રાખ્યા છે. માહિતી પ્રમાણે મધ્ય, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ સાચવશે. જ્યારે સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોરને ઉ.ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.