Not Set/ Qualcomm જીતી એપલ સામે કેસ, બેન થઇ શકે છે જર્મનીમાં આઈફોન

જર્મન કોર્ટે યુએસ ચીપમેકર કંપની Qualcomm નાં હિતમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ એપલ કંપની સામે પેટન્ટ ડિસ્પ્યુટને લઈને હતો. આ ચુકાદા બાદ જર્મનીમાં આઈફોનનાં વેચાણ પર પ્રતિબંધ આવી શકે છે. આ ચુકાદા બાદ iPhones 7plus, 7, 8, 8plus અને X મોડેલ પ્રભાવિત થશે. કોર્ટે આપેલા ચુકાદા મુજબ એપલ કંપની જર્મનીમાં ફિનિશ્ડ પ્રોડક્ટ્સ લાવી કે […]

World Tech & Auto

જર્મન કોર્ટે યુએસ ચીપમેકર કંપની Qualcomm નાં હિતમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ એપલ કંપની સામે પેટન્ટ ડિસ્પ્યુટને લઈને હતો. આ ચુકાદા બાદ જર્મનીમાં આઈફોનનાં વેચાણ પર પ્રતિબંધ આવી શકે છે. આ ચુકાદા બાદ iPhones 7plus, 7, 8, 8plus અને X મોડેલ પ્રભાવિત થશે.

કોર્ટે આપેલા ચુકાદા મુજબ એપલ કંપની જર્મનીમાં ફિનિશ્ડ પ્રોડક્ટ્સ લાવી કે વેચી શકશે નહી. આ આઈફોનના વેચાણ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે જો એપલ કંપની Qualcomm કંપનીને 765 મિલિયન ડોલર સિક્યુરીટી ડીપોઝીટ તરીકે જમા કરાવશે.

Qualcomm wins Apple case, iPhone ban in Germany likely

એપલ કંપનીએ જણાવ્યું કે એમની અપીલ પેન્ડીંગ છે. iPhone 7 અને iPhone 8 મોડેલનું વેચાણ જર્મનીનાં 15 એપલ સ્ટોર પર રોકી દેવામાં આવ્યું છે. પરંતુ બધાં આઈફોન મોડેલ દેશનાં સેલફોન કેરીયર્સ અને રીસેલર પાસેથી મળી શકશે. ચુકાદામાં આઈફોન X પણ શામેલ હતો જે નવા મોડેલ સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે.