Lifestyle/ પપૈયાની પ્રકૃતિ ગરમ હોય છે….તો પછી ગરમીમાં એનું સેવન કરવાની સલાહ આહાર નિષ્ણાતો કેમ આપે છે?

પપૈયા (Papaya)ની તાસીર અર્થાત્ પ્રકૃતિ સામાન્ય રીતે ગરમ માનવામાં આવે છે પરંતુ, એનો એ અર્થ બિલકુલ નથી કે, એને ગરમીના દિવસોમાં ન ખાવું જોઇએ!

Trending Food Health & Fitness Lifestyle
Papaya, ઉનાળા, ડિહાઇડ્રેશન, આયુર્વેદ, પાચન

Lifestyle: પપૈયા (Papaya)ની પ્રકૃતિ ભલે ને હળવી ગરમ હોય છે પરંતુ, એને ઉનાળાની ગરમ ઋતુ (Summer Season)માં ખાવાની સલાહ નિષ્ણાતો શા માટે આપે છે? આ અંગે ડાયાટિશિયન શું કહે છે એ જાણીએ…

ગરમીમાં શા માટે પપૈયું ખાવું જોઇએ? (Why should you eat Papaya in summer)

પપૈયાની તાસીર અર્થાત્ પ્રકૃતિ સામાન્ય રીતે ગરમ માનવામાં આવે છે પરંતુ, એનો એ અર્થ બિલકુલ નથી કે, એને ગરમીના દિવસોમાં ન ખાવું જોઇએ! વાસ્તવમાં, આયુર્વેદ (Ayurveda)માં પ્રકૃતિની સાથોસાથ ફળના પોષણ અને શરીર પર એના પ્રભાવને પણ લક્ષ્યમાં રાખવામાં આવે છે. પપૈયું હળવું અને સરળતાથી પચી જનારુ અને શરીરને સ્વચ્છ રાખનારું ફ્રુટ (Fruit) છે આથી ગરમ મોસમમાં પણ એને ખાવાની સલાહ આપવામાં આવે છે.

ગરમ ઋતુમાં મોટાભાગે પાચન સાથે સંલગ્ન સમસ્યાઓ જેવી કે ગૅસ, કબજીયાત અને પેટ ભારે લાગવું (Gas, Constipation and Heavy stomach) વગેરે તકલીફો વધી જાય છે. પપૈયામાં હાજર એન્ઝાઇમ પપેન (Papain Enzyme) પાચનને બહેતર બનાવે છે અને ભોજનને જલદીથી વિઘટિત કરવામાં સહાયક થાય છે. એ ખાવાથી પેટ હળવું રહે છે અને શરીરને આવશ્યક પોષક તત્વો પણ સરળતાથી પ્રાપ્ત થાય છે જે ગરમીની સિઝન (Hot Season)માં અત્યંત આવશ્યક હોય છે.

Papaya, ઉનાળા, ડિહાઇડ્રેશન, આયુર્વેદ, પાચન

પાણી અને વિટામિનથી ભરપૂર પપૈયું

પપૈયામાં પાણીની સારી એવી માત્રા ઉપલબ્ધ હોય છે અને એ ઉપરાંત, વિટામિન C, વિટામિન A અને ફાઇબર (Vitamin C, Vitamin A and Fiber)ની માત્રા પણ સારી એવી હોય છે જેથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ઇમ્યૂનિટી વધારે છે. ગરમીની સિઝનમાં જ્યારે શરીરનો થાક ઝડપથી ઉતરતો ન હોય અને ડિહાઇડ્રેશન (Dehydration)નું જોખમ રહે છે તેવા સંજોગોમાં પપૈયું એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે.

Papaya, ઉનાળા, ડિહાઇડ્રેશન, આયુર્વેદ, પાચન

શી રાખવી સાવધાની?

જો કે, એનું સેવન સીમિત માત્રામાં કરવું જરુરી હોય છે. આ ફળનું વધુપડતું સેવન કરવાથી શરીરમાં ગરમી વધી શકે છે અને ખાસ કરીને, જે લોકોની પહેલેથી જ ગરમ પ્રકૃતિ હોય એમને એ વધારે નડી શકે છે. આથી જ એક દિવસમાં એક વાડકી પપૈયાનું ભોજન કરવું પર્યાપ્ત માનવામાં આવે છે.

યોગ્ય માત્રા અને સમય પર ભોજન ખાવામાં આવે તો, પપૈયું ગરમીમાં પણ ફાયદાકારક હોય છે. એનાથી પાચન સુધરે છે, શરીરને પોષણ મળે છે અને ઉનાળાની ઋતુમાં આપણને હળવા ફૂલ અને ઊર્જાવાન બનાવી રાખે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!

આ પણ વાંચો: આ 5 ફળોમાં સૌથી વધુ જંતુનાશકો હોય છે, ડૉક્ટર મુજબ – ‘ખાતી વખતે સાવધાની રાખો’!

આ પણ વાંચો: ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવાની યોગ્ય પદ્ધતિ જાણો…કયા ફ્રુટ્સને ફ્રિઝમાં ન રાખવા?