Bharuch News/ ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા, પોલીસ હેડક્વાર્ટરમાં ફાંસી લગાવવાનો બનાવ

ભરૂચ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી 27 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) પ્રીતિ પરમારએ પોતાના ક્વાર્ટરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી.

Top Stories Gujarat Breaking News
Police Constable

Bharuch News:ભરૂચ શહેરમાં એક  મહિલા પોલીસ કોન્સ્ટેબલે (Police Constable) પોતાના ક્વાર્ટરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. જેનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.આ ઘટના ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં બની હતી, જ્યાં ગઈકાલે રાત્રે મૃતકે પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી.

મહિલા કોન્સ્ટેબલ (Police Constable)ની આત્મહત્યાનું કારણ અકબંધ

ભાવનગરની રહેવાસી 27 વર્ષીય પ્રીતિ ઉદયસિંહ પરમાર દ્વારા લેવાયેલા આ કઠોર પગલા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. ઘટનાની માહિતી મળતાં, વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો. બી ડિવિઝન પોલીસની એક ટીમ પહોંચી, દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતાર્યો અને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો.બી ડિવિઝન પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આ દુ:ખદ કૃત્ય પાછળનું સાચું કારણ જાણવા માટે પ્રીતિ પરમારના પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને સાથીદારોની પૂછપરછ કરીને સંપૂર્ણ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં  મહિલા કોન્સ્ટેબલે કર્યો હતો આપઘાત

આ પહેલા રાજકોટમાં એક મહિલા કોન્સ્ટેબલે (Police Constable) આપઘાત દવા પી લઈને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનામાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતક પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં પોતાને બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગરમાં અને માઉન્ટેન પોલીસ લાઈનમાં રહેતી ભુમિકાબા કનકસિંગ ચૌહાણ નામની 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે (Police Constable) આજે પોતાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભુમિકાબા કોઇવાર કૃષ્ણનગરમાં પોતાનાં ઘરે અને કોઈવાર માઉન્ટેન પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરે રહેતા હતા.. ભુમિકાબાને આચકીની બીમારી હતી જેથી તેઓ અવારનવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ લેતા હતા.જેનાથી કંટાળી પગલું ભર્યાનો  સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત:સુસાઇડ નોટ લખી પોલીસ ક્વાર્ટરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચો:સીંગણપોર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં સહકર્મી કોન્સ્ટેબલની કરાઈ ધરપકડ

આ પણ વાંચો:વડોદરા : વાઘોડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો આપઘાત