બોલિવૂડ એક્ટર આમિર ખાન ટૂંક સમયમાં ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. મિસ્ટર-પરફેક્શનિસ્ટ ટીવી પર ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના ગ્રાન્ડ ફિનાલેમાં ગેસ્ટ તરીકે જોવા મળશે. શોને લગતા ઘણા પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યા છે. ટીવી સ્ટાર્સ આમિર ખાનના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. સાથે જ આમિરના ફેન્સ પણ ટીવી પર તેની વાપસીથી ખૂબ જ ખુશ છે.
આમિર તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશનના સંદર્ભમાં ટીવી સ્ટાર્સની વચ્ચે જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. તેમાં આમિર સાથે અભિનેત્રી કરીના કપૂર પણ છે. ફિલ્મના કેટલાય લુક્સ રિલીઝ કરવામાં આવ્યા છે. આમાં આમિર એક સરદારના રોલમાં છે. અહેવાલો છે કે આમિરની આ ફિલ્મમાં છેલ્લા 5 દાયકાનું ભારત બતાવવામાં આવશે.
https://www.instagram.com/reel/Cf34Yjdj89I/?utm_source=ig_web_copy_link
જો કે મોટા પડદા પહેલા આમિર નાના પડદા પર જોવા મળવાનો છે. અભિનેતા કલર્સ પર ‘ડાન્સ દીવાને જુનિયર’થી ડેબ્યૂ કરશે. તે શોના ગ્રાન્ડ ફિનાલેમાં આવશે. આ શોના ઘણા પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યા છે. ડાન્સ દીવાને જુનિયર શોનો ફિનાલે 16 અને 17 જુલાઈના રોજ પ્રસારિત થશે.
ઉલ્લેખનીય છે કે આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ પર આધારિત છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિરને ઘણી ઇજાઓ પણ થઇ હતી. તેની લાંબી ચાલી રહેલી સિક્વન્સનું શૂટિંગ શરૂ કરતી વખતે આમિરને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેણે ફિઝિયોથેરાપી પણ કરાવી હતી. અભિનેતાએ પેઈન કિલર ખાઈને સીન પૂરો કર્યો હતો.
https://www.instagram.com/p/Cf5_bZQDj7s/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષય કુમારની ‘રક્ષા બંધન’ પડદા પર એકસાથે જોવા મળશે. ખિલાડી કુમારની રક્ષા બંધનનું ટ્રેલર પણ સામે આવ્યું છે. ડાન્સ દીવાને જુનિયરમાં રણબીર કપૂર પણ તેની ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશન માટે આવશે. તેણે વાણી કપૂર સાથે ‘સન્ડે વિથ સ્ટાર પરિવાર’માં પણ ભાગ લીધો છે. અહીં સ્ટાર પ્લસના સ્ટાર્સ સાથે રણબીર કપૂરની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા.
