Lifestyle/ ઘણી મહેનત બાદ જો નારિયેળ વધેરાતું ન હોય તો અપનાવો સ્માર્ટ ટ્રિક…સરળતાથી તૂટશે..!

Coconut (નારિયેળ)ને વધેરવા માટે કોઇ ભારે ઓજારની આવશ્યકતા નહિં રહે અને આ ટ્રિકથી તમારા માટે નારિયેળનું પાણી અને કાચલી કાઢવી સરળ બની જશે…

Trending Tips & Tricks Food Lifestyle
Coconut, વધેરવાની, સ્માર્ટ ,ટ્રિક

Lifestyle: નારિયેળની મીઠાઈ બનાવવાથી માંડીને ચટણી (Coconut Sweet & Chutney) બનાવવા સુધીના તમામ કાર્યોમાં શ્રીફળ વધેરવું પડતું હોય છે. પરંતુ સૌથી વધુ મુશ્કેલ સાર્ય છે એને છોલીને એને કાપવાનું….આ કાર્યમાં ઘણી મહેનત થાય છે અને ઘણો સમય પણ માગી લે છે. હવે હવે તમારે નારિયેળ (Coconut) વધેરવા માટે કોઇ ભારે ઓજારની આવશ્યકતા નહિં રહે અને આ ટ્રિક (Trick)થી તમારા માટે નારિયેળનું પાણી કાઢવું પણ સરળ બની જશે…

Coconut, વધેરવાની, સ્માર્ટ ,ટ્રિક

નારિયેળ વધેરવા માટે અપનાવો આ ટ્રિક (Trick to Break Coconut)

તમારી માહિતી માટે જણાવી દઇએ કે, તમામ નારિયેળમાં 3 નેચરલ લાઇન્સ (Natural lines) હોય જ છે. જો તમે આ ત્રણ પૈકીની કોઇ એક લાઇન પણ શોધી લેશો તો તમારું કાર્ય સરળ બની જશે! વાસ્તવમાં, શ્રીફળ પર રહેલી આ 3 લાઇન્સ નારિયેળના સૌથી નાજુક સ્થાન હોય છે. અને આ 3 પૈકીની એક પણ લાઇન હીટ થાય તો નારિયેળ તરત જ ફૂટી જશે! અહિં ધ્યાન એ રાખવાનું છે કે, આ લાઇનની ઉપર જ હીટ કરવાનો પ્રયાસ કરવાનો છે!

શ્રીફળ વધેરવા માટે આ ટ્રિક ફૉલો કરો

નારિયેળ સરળતાથી કાપવા માટે, પહેલા તેના પર ત્રણ નિશાન શોધો. રોલિંગ પિન (Rolling Pin)થી આ નિશાનોને એક પછી એક મારવા. આનાથી નારિયેળ સરળતાથી તૂટી જશે. હવે, તૂટેલા નારિયેળના દાણાને દૂર કરવા માટે ટુકડાઓને 2 થી 3 મિનિટ માટે ગરમ કરો. ગરમીથી દાણા અને શેલ વચ્ચેનું જોડાણ છૂટું થઈ જશે. હવે, તેને છરી (Knife) વડે બાજુથી દૂર કરો. છોલી લીધા પછી, તેને કાપી લો અથવા છીણી લો.

Coconut, વધેરવાની, સ્માર્ટ ,ટ્રિક

જો એક જ વારમાં કઠણ નારિયેળ ન તૂટે તો વાંધો નહિં…તમે વારંવાર આ લાઇન પર પ્રહાર કરશો તો તમારું શ્રીફળ (Shreefal) બે ભાગમાં આસાનીથી તૂટી જશે! એના માટે તમારે વધુ તાકાત લગાવવાની કે હથોડી જેવા સાધનનો ઉપયોગ કરવાની બિલકુલ પણ જરુર નહિં રહે..!

નારિયેળ વધેર્યા પછી એના ટુકડાને ગૅસની ઝાળ (Gas Flame) પર હળવા તાપે ગરમ કરવા મૂકવા. શ્રીફળનું બહારનું શૅલ (Coconut Shell) જાડું હોય છે આથી અંદરનો ભાગ બળશે નહિં…અને 2 થી 3 મિનિટમાં જ એના બહારના તમામ રેસા બળી જશે અને અંદરનો ભાગ અલગ થઇ જશે!

હવે આ અલગ થયેલા નારિયેળને તમારે મજબૂત ચપ્પુની મદદથી શેલ થી અલગ કરી લેવું. હવે જ્યારે પણ તમે નારિયેળ વધેરો ત્યારે આ ટ્રિક અવશ્ય અજમાવી જોવી.


આ પણ વાંચો: ઘરે ઘાટું અને મલાઇદાર દહીં નથી જામતું? આ સરળ ટ્રિક્સ અપનાવો અને મસ્ત દહીંની મજા માણો…

આ પણ વાંચો: ચહેરાના જીદ્દી ડાઘથી છુટકારો મેળવવો છે? તો બેસન અને દહીંનો આ દેશી નુસ્ખો કરશે કમાલ, પાર્લરનો ખર્ચ બચી જશે