Valsad News: કહેવાય છે કે ‘અફવાનું પૂર આંધળું હોય છે’, વલસાડ (Valsad Police)ના ભાગડાખુર્દમાં આજરોજ આ કહેવત સાચી ઠરી. બાવળા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે શિશુના મૃતદેહ હોવાની વાત એવી રીતે પ્રસરી કે ગામના રસ્તાઓ જાણે કોઈ મેળો ભરાયો હોય તેમ ભરાઈ ગયા. પણ અંતે જે સત્ય બહાર આવ્યું તે જાણીને હાજર રહેલા લોકો પણ માથે હાથ દઈ ગયા હતા.

શિશુના મૃતદેહની અફવા
કોઈ મહાશય પોતાની મૃત પાળતુ બિલાડીને પોટલામાં બાંધીને મેદાન પાસે મૂકી ગયા હતા. પરંતુ કોઈકની કલ્પનાશક્તિ એવી દોડી કે તેણે આ પોટલાને ‘બે નવજાત શિશુ’નું નામ આપી દીધું. બસ, પછી તો શું? ‘એકે કહ્યું બે, ને બીજાએ કહ્યું ચાર’ની જેમ વાત આખા વલસાડ શહેરમાં વાયુવેગે ફેલાઈ ગઈ.
આ ગંભીર સમાચાર સાંભળતા જ વલસાડ શહેર પોલીસ (Valsad Police)પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામના સરપંચ અને મોભીઓ પણ ચિંતાતુર મોઢે આવી પહોંચ્યા.

વલસાડ પોલીસ (Valsad Police)હરકતમાં આવી
પોલીસ (Valsad Police)જ્યારે પૂરી સાવચેતી સાથે તપાસ કરવા નજીક પહોંચી અને ‘શંકાસ્પદ પોટલું’ ખોલ્યું, ત્યારે અંદરથી કોઈ બાળક નહીં પણ એક મૃત બિલાડી મળી આવી.

પોલીસ (Valsad Police)અને તંત્ર જે ગંભીર ગુનાની તપાસ કરવા આવ્યા હતા, તેના સ્થાને ‘બિલાડીના અંતિમ સંસ્કાર’ જેવો માહોલ સર્જાયો. લોકો જે કરુણતાની અપેક્ષાએ આવ્યા હતા તે હાસ્યમાં ફેરવાઈ ગઈ.
વલસાડના આ કિસ્સાએ સાબિત કરી દીધું કે ક્યારેક ‘ખોદ્યો ડુંગર અને નીકળી બિલાડી’ જેવી ઘટનાઓ પણ પોલીસના પરસેવા છોડાવી દે છે.
આ પણ વાંચો:વલસાડના વાપીમાં જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, રિક્ષાની બહાર લટકતો યુવાન ચર્ચામાં
આ પણ વાંચોવલસાડમાં ઐતિહાસિક કાર્યવાહી ! ત્રણ વાર ‘તલાક’ બોલી પત્નીને તરછોડનાર પતિ જેલભેગો
આ પણ વાંચો:વલસાડમાં નાનકડા બાળકનો ચમત્કારિક બચાવ, એક રૂપિયાનો સિક્કો ગળી જતા મચી ગયો હડકંપ
