Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ખારીકટ કેનાલ (Kharicut Canal) પર 16 કિમી લાંબો આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.
Kharicut Canal : અધિકારીઓ સાથે બેઠકમાં લેવાયો નિર્ણય
ભાજપ પ્રદેશ અધ્યક્ષ (Jagadish Vishwakarma) જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા થઈ હતી. સમીક્ષા બેઠકમાં કેનાલના રૂપાંતરણ અંગે વિચારણા કરીને ખારીકટ કેનાલ પર આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
300 કરોડના ખર્ચે 16 કિમી લાંબો રોડ
આ યોજના અંતર્ગત ખારીકટ કેનાલ પર કુલ 16 કિમી લાંબો આઇકોનિક રોડ (Iconic Road)તૈયાર કરાશે. આ માટે અંદાજે રૂ. 300 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. આ રોડના નિર્માણથી વિસ્તારના પરિવહન માળખામાં સુધારો થશે અને કેનાલના પટ્ટાને નવો ઓપ મળશે તેવો અંદાજ છે.
ચૂંટણી પહેલાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ
બેઠકમાં પ્રોજેક્ટની સમયમર્યાદા અંગે પણ સ્પષ્ટ લક્ષ્યાંક નક્કી કરાયો છે. મનપા પ્રશાસને આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રોડનું સમગ્ર બાંધકામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને દિશાનિર્દેશો અપાયા છે અને વહીવટી તથા ટેકનિકલ પ્રક્રિયાઓ ઝડપી બનાવાઈ રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ખારીકટ કેનાલમાં 1,200 કરોડના કૌભાંડનો આક્ષેપ
આ પણ વાંચો:વાવાઝોડાના લીધે અમદાવાદની ખારીકટ કેનાલના કોન્ટ્રાક્ટરોની હાલત કેમ ‘ખારી’ થઈ?
