Dang News/ ડાંગના કોંગ્રેસ આગેવાન દીપક પિંપળે વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ

ડાંગમાં 20 વર્ષીય માનસિક અશક્ત યુવતી પર દુષ્કર્મ આચરવાના આરોપસર કોંગ્રેસ(Congress) આગેવાન દીપક પિંપળે વિરુદ્ધ ફરિયાદ

Top Stories Gujarat Others Breaking News
Congress

Dang News: ડાંગ જિલ્લામાં 20 વર્ષીય માનસિક અશક્ત યુવતી પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે કોંગ્રેસ(Congress)ના આગેવાન અને અગાઉ ભાજપ સાથે સંકળાયેલા 50 વર્ષીય દીપકભાઈ અમૃતભાઈ પિંપળે વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. ઘટનાને લઈને સ્થાનિક રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ચકચાર મચી છે.

Congress : કપડાં ખરીદીના બહાને હોટલમાં લઈ જવાયાનો આરોપ

ફરિયાદ મુજબ, આરોપી દીપક પિંપળે (Deepak Pimple)યુવતીને કપડાંની ખરીદીના બહાને વાંસદા લઈ ગયા હતા. ત્યાર બાદ વાંસદા વિસ્તારની એક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. મળતી વિગતો મુજબ, યુવતી માનસિક રીતે અશક્ત છે અને તેની નિયમિત દવાઓ ચાલુ છે, જેની જાણકારી હોવા છતાં આરોપીએ આ કૃત્ય કર્યાનો આરોપ છે.

આહવા પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની ગંભીરતા જોતાં આહવા પોલીસ સ્ટેશન(Ahwa Police) દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટના વાંસદા પોલીસ સ્ટેશનની હદમાં બની હોવા છતાં આહવા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આહવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. કે. ચૌધરીએ પીડિતાના નિવેદનો અને મેડિકલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: પ્રેમસંબંધમાં તિરાડ પડતાં દુષ્કર્મની ફરિયાદ! હાઈકોર્ટે બે યુવકોની નિર્દોષ છૂટ પર મહોર મારી

આ પણ વાંચો: કલોલમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સંજય દોડીયારને 20 વર્ષની સખત કેદ

આ પણ વાંચો: જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ, વાડી માલિકના પુત્રની ધરપકડ