Gandhinagar News/ કલોલમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સંજય દોડીયારને 20 વર્ષની સખત કેદ

POCSO: ગાંધીનગરના કલોલ તાલુકામાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપી સંજય ઉર્ફે મિત ઉર્ફે પાસપોર્ટ દોડીયારને 20 વર્ષની સખત કેદ અને કુલ રૂ.2 લાખનો દંડ ફટકાર્યો

Gujarat Gandhinagar Top Stories Breaking News
pocso

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ (POCSO)આચરવાના કેસમાં અદાલતે કડક ચુકાદો આપ્યો છે. માત્ર 16 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરવા અને ત્યારબાદ દુષ્કર્મ આચરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે.

POCSO : આરોપી સંજય ઉર્ફે મિત ઉર્ફે પાસપોર્ટ દોડીયાર દોષિત

આ કેસમાં આરોપી સંજય ઉર્ફે મિત ઉર્ફે પાસપોર્ટ ભુરાજી દોડીયાર સામેના પુરાવા અને દસ્તાવેજોને ધ્યાનમાં લઈને અદાલતે તેને કસૂરવાર ઠેરવ્યો હતો. પોક્સો એક્ટ હેઠળ ચાલેલા આ સંવેદનશીલ કેસમાં ન્યાયાધીશે આરોપીને કડક સજા ફટકારી છે, જેથી આવા ગુનેગારો સામે દાખલારૂપ સંદેશો જાય.

20 વર્ષની સખત કેદ અને દંડ

અદાલતે પોક્સો એક્ટની કલમ 6 હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદ (20 years of rigorous imprisonment)અને રૂ.1,00,000નો દંડ કર્યો છે. આ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 4 હેઠળ વધુ 10 વર્ષની સખત કેદ અને રૂ.1,00,000નો દંડ ફટકારાયો છે. જોકે અદાલતના આદેશ મુજબ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. આમ કુલ દંડની રકમ રૂ.2 લાખ થાય છે.

કલોલ પોલીસની તપાસ

આ ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો હતો. વર્ષ 2026માં નોંધાયેલા આ મામલાની તપાસ દરમિયાન કલોલ પોલીસે (Kalol Police)પૂરતા પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપી વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતો હતો, છતાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને અદાલતે ચુકાદો આપ્યો છે.


આ પણ વાંચો: વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મના આરોપી શિક્ષકને નોકરીમાંથી બરતરફ, પોક્સો એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો

આ પણ વાંચો: અમદાવાદના અમરાઈવાડીમાં 15 વર્ષના કિશોર સાથે દુર્વ્યવહારનો આક્ષેપ, પડોશી સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ

આ પણ વાંચો: સુરતમાં ધોરણ 11ના બે સગીર ઘરેથી ભાગ્યા: પોલીસે વિલ્સન હિલ્સથી શોધી કાઢ્યા, પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી