Not Set/ સુરત/ અલથાણમાં પતિ-પત્નીએ કર્યો આપઘાત

સુરતના અલથાણ વિસ્તરમાં એક દંપતિએ રાત્રે પોતાના મકાનમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પુત્રના મોત બાદ આ દંપતી તણાવમાં રહેતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મોડા સુધી દરવાજો ખોલવામાં ન આવતા પાડોશીઓને શંકા જતાં આ મામલો સામે આવ્યા હતો. આ ઘટના સુરત અલથાણ વિસ્તરનાટેનામેન્ટની […]

Gujarat Others

સુરતના અલથાણ વિસ્તરમાં એક દંપતિએ રાત્રે પોતાના મકાનમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પુત્રના મોત બાદ આ દંપતી તણાવમાં રહેતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મોડા સુધી દરવાજો ખોલવામાં ન આવતા પાડોશીઓને શંકા જતાં આ મામલો સામે આવ્યા હતો.

આ ઘટના સુરત અલથાણ વિસ્તરનાટેનામેન્ટની પાછળ આવેલા ક્રિશ્ના રેસિડેન્સી અપાર્ટમેન્ટમાં આ પતિ-પત્ની દીકરાના મોત બાદ એકલા જ રહેતા હતા. એકના એક સંતાનના મોતનો આઘાત સહન ન થતાં તેમણે પોતાના જીવન ટૂંકાવી લીધા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, દીકરાના મોત બાત પતિ-પત્ની આઘાતમાં સરી પડ્યા હતા. મૃતક પુરુષનું નામ ભરત પટેલ હોવાનું બહાર આવ્યું છે, જેઓ સોના-ચાંદીની દુકાન ધરાવતા હતા. સુરતમાં જ વર્ષોથી રહેતા આ દંપતીએ દીકરાના મોત બાદ લોકો સાથેનો સંપર્ક પણ ઓછો કરી નાખ્યો હતો અને તેઓ ડિપ્રેશનમાં હતાં.

ભરતભાઈ પટેલ અને પલ્લવી ભરતભાઈ પટેલના એકના એક દીકરાનું 22 વર્ષની ભરયુવા વયે બ્લડ કેન્સરને કારણે ચાર મહિના પહેલા મોત થયું હતું. પોતે આપઘાત કરતાં પહેલા ભરતભાઈએ ફેસબુક પર દીકરાને ચોથી માસિક પુણ્યતિથીની શ્રદ્ધાંજલિ આપીને પત્ની સાથે મોતને વાહલુ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.